
ફરજ બજાવતાં જાહેર રેકોડૅમાં કરેલી નોંધની પ્રસ્તુત
કોઇપણ જાહેર કે બીજા સરકારી ચોપડા રજિસ્ટર કે રેકોડૅ અથવા ઇલેકટ્રોનિક રેકોડૅમાં વાદગ્રસ્ત અથવા પ્રસ્તુત હકીકત દશૅાવતી અને કોઇ રાજયના કમૅચારી પોતાના હોવાની ફરજ અદા કરતી વખતે અથવા જે દેશમાં એવા ચોપડા રજિસ્ટર કે રેકોડૅ અથવા ઇલેકટ્રોનિક રેકોડૅ રાખવામાં અવાતું હોય તેના કાયદાથી ખાસ કરીને ફરમાવેલી ફરજોનુ પાલન કરતા કોઇ વ્યકિતએ કરેલી નોંધ ખુદ પ્રસ્તુત હકીકત છે. ઉદ્દેશ્યઃ- આ કલમમાં જાહેર કમૅચારી કે અધિકૃત કરેલી ખાસ વ્યકિત તેની ફરજના ભાગરૂપે કોઇ ચોપડા રજીસ્ટર કે રેકડૅમાં કોઇ વાદગ્રસ્ત બાબત કે પ્રસ્તુત હકીકત બાબતે જે નોંધો પાડે છે તે આવી નોંધો જે જાહેર કમૅચારીઓ દ્રારા રેકડૅમાં કરાયેલી હોય છે તે વિશ્ર્વસનીય ખાત્રીલાયક અને માનવા યોગ્ય હોઇ તેને પ્રસ્તુત નોંધો યાને કે આવી નોંધોને પુરાવામાં ગરાહય ગણવામાં આવી છે આ નોંધો પાડનાર (૧) વ્યકિત જાહેર કમૅચારી કે કાયદાથી અધિકાર અપાયેલો હોવો જોઇએ. (૨) તેણે ફરજના ભાગ રૂપે આ નોંધો પાડેલી હોવી જોઇએ. (૩) આવી નોંધો વાદગ્રસ્ત બાબત (મુદ્દાની હકીકત) કે પ્રસ્તુત હકીકત સબંધી હોવી જોઇએ. (૪) આવી નોંધો કરચેરીમાં રાખયેલા ચોપડા રજીસ્ટર કે રેકડૅમાં કે ઇલેકટ્રોનીક રેકડૅમાં પાડેલી હોવી જોઇએ.
Copyright©2023 - HelpLaw