નકશા ચાટૅ અને પ્લાનમાનાં કથનોની પ્રસ્તુતતા - કલમ:૩૬

નકશા ચાટૅ અને પ્લાનમાનાં કથનોની પ્રસ્તુતતા

સામાન્ય રીતે જાહેર વેચાણ માટે મૂકેલા પ્રસિધ્ધ થયેલા નકશામાં અથવા ચાટૅમાં કરેલા અથવા કેન્દ્ર સરકાર અથવા કેન્દ્ર સરકાર અથવા કોઇ રાજય સરકારના અધીકાર હેઠળ કરેલા નકશાઓ કે પ્લાનમાં એવા નકશાઓ ચાટૅ કે પ્લાનમાં સામાન્ય રીતે દશૅ વતી કે જણાવાતી બાબતો સંબંધી કરેલા વાદગ્રસ્ત અથવા પ્રસ્તુત હકીકતોના કથનો ખુદ પ્રસ્તુત હકીકતો છે. ઉદ્દેશ્યઃ- આ કલમમાં બે બાબતોની પ્રસ્તુતા બતાવી છે. (૧) જે નકશા કે ચાટૅ પ્રસિધ્ધ (પબ્લિશ) થયા હોય અને વેચાણ અથૅ મૂકેલા હોય અહીં જે આ કશા અને ચાટૅની વાત ચઍલી છે તે ખાનગી વ્યકિતઓ કે સંસ્થા દ્રારા બનાવેલા નકશા અને ચાટૅની વાત છે અને આવા પ્રસિધ્ધ થયેલા વેચાણ માટે મૂકેલા નકશા કે ચાટૅને એટલે કે તેમાં આપેલી વિગતોને પ્રસ્તુત હકીકત ગણી છે. (૨) કેન્દ્ર સરકાર કે રાજય સરકારના અધીકારની એ જે નકશા કે પ્લાન્સ બને છે તેમાંની વિગતો આધારભૂત માનવામાં આવે છે અને આ કારણે આ વિગતોને પ્રસ્તુત હકીકતો ગણી છે.