
અમુક અધિનિયમોમાં અથવા જાહેરનામામાં હોય તે જાહેર પ્રકારની હકીકત વિશેના કથનની પ્રસ્તુતા
જાહેર પ્રકારની કોઇ હકીકત અસ્તિતવમાં છે કે નહિ એ વિષે અદાલતને અભિપ્રાય બાંધવાનો હોય ત્યારે યુનાઇટેડ કિગ્ડમાં પાટૅમેન્ટના કોઇ અધિનિયમમાં અથવા કોઇ કેન્દ્રીય અધિનિયમમાં પ્રાંતિક અધિનિયમમાં અથવા રજયના અધિનિયમમાં અથવા સરકારી જાહેરનામામાં અથવા ગેઝેટમાં પ્રસિધ્ધ થયેલા તાજના પ્રતિનિધિએ કરેલા જાહેરનામા માં અથવા લંડન ગેઝેટ કે હિઝ મેજેસ્ટીના કોઇ ડોમિનિયન સંસ્થાન કે કબ્જા નીચેના પ્રદેશનું રાજપત્ર હોવાનું અભિપ્રેત હોય તેવા છાપેલા પત્રમાં વસ્તુસ્થિતિ દશૅ વી હોય તેવા કરેલા ક્રમશઃ કથનો એ પ્રસ્તુત હકીકત છે. ઉદ્દેશ્યઃ- આ કલમ યુનાઇટેડ કીંગ્ડમ (બ્રીટન) ની પાટૅમેન્ટ દ્રારા બનાવેલો કોઇ અધિનિયમ કે સેન્ટ્રલ પોવીન્સીયલ કે રાજયનો અધિનિયમ કે રાજપુત્રોમાં જે હકીકત ક્રમશ રીતે કહેવાઇ છે અને તે જાહેર પ્રકારની છે કે કેમ એ બાબતનો કોઇ અભિપ્રાય કોટૅને બાંધવાનો થાય ત્યારે આ અધિનિયમો અને રાજપત્રીના જાહેર પ્રકારની હકીકતો પ્રસ્તુત છે એમ માનીને આગળ ચાલવાનું હોય છે અને આ બાબતો પુરાવામાં ગ્રાહય છે. ટિપ્પણી ઉપર જણાવેલ દસ્તાવેજો સાચા છે એમ કોટૅ કલમ ૮૧ પ્રમાણે અનુમાન કરવાનું થાય છે આવા દસ્તાવેજોને કોટૅની સામાન્ય સાબિત કરવાની પધ્ધતિથી સાબિત કરવાના રહેતા નથી. પરંતુ એ જરૂરી નથી કે ઉપર જણાવેલ હકીકતો ભલે તે જાહેર પ્રકારની હોય તો કોટૅને માનવી જ રહી કોટૅ સામે જે તકરારી જાહેર પ્રકારની હકીકત છે તે આ કલમમાં જણાવેલી હકીકતો સાથે કેટલે અંશે એકરૂપ થાય છે તે હકીકત કોર્ટને ધ્યાને રાખવાની હોય છે અને તકરારી બાબત જે જાહેર પ્રકારની છે તે આ કલમમાં વર્ણવેલ બાબતો સાથે મેળ ન ખાતી હોય તો કોટૅ આ કલમ અનુસાર ભલે તે પ્રસ્તુત હોય છતા તેને માનવા બંધાયેલી નથી.
Copyright©2023 - HelpLaw