કાયદાના પુસ્તકોમાં હોય તેવા કોઇ કાયદા વિશેના કથનોની પ્રસ્તુતા - કલમ:૩૮

કાયદાના પુસ્તકોમાં હોય તેવા કોઇ કાયદા વિશેના કથનોની પ્રસ્તુતા

કોઇ દેશના કાયદા બાબત ન્યાયાલયને અભિપ્રાય બાંધવાનો હોય ત્યારે તે દેશની સરકારના અધિકાર હેઠળ છપાયાનું કે પ્રસિધ્ધ થયાનું અને જેમા એવો કાયદો હોવાનું અભિપ્રેત થતું હોય એવા પુસ્તકમાંનુ કાયદાનું કથન અને તે દેશના ન્યાયાલયોના નિર્ણયોનો રિપોર્ટ હોવાનું અભિપ્રેત હોય એવા પુસ્તકમાંનો તે નિર્ણયનો રિપોર્ટ પ્રસ્તુત છે.

ઉદ્દેશ્ય:- આ કલમમાં જયારે ન્યાયાલયને અન્ય કોઇ દેશના કાયદાના કથન બાબતે અભિપ્રાય બાંધવાનો હોય ત્યારે તે શી રીતે અભિપ્રાય લેવો તે બાબત દશૅ વી છે આમા બે બાબતો બનાવી છે (૧) તે દેશની સરકારના અધિકાર હેઠળ છપાયેલા કાયદાનું કલ્પન અને (૨) ન્યાયાલયોએ જજમેન્ટ બાબતના રિપોર્ટમાંના કથનો ને પ્રસ્તુત ગણી ન્યાયાલયે જે તે દેશના કાયદા બાબતે અભિપ્રાય બાંધવાનો થાય છે. આ કલમના કથન પણ કલમ ૩૫ ૩૬ અને ૩૭ અનુસાર અને તે પધ્ધતિ પ્રમાણે આ કથનો પ્રસ્તુત બને છે આ કલમ વિદેશના કાયદા અને તે દેશના કાયદા બાબતે હોઇ વિદેશી કાયદાના નિષ્ણાંતનો અભિપ્રાય અહીં ઉપયોગી થઇ પડે ન્યુઝપેપસૅના સમાચાર આ કલમ અનુસાર અધિકાર સંપન્ન કાયદાની ચોપડીઓનો કાયદો નથી કે તે દેશના ન્યાયાલયનુ કોઇ અધિકારયુકત લખાણ નથી. અને આ કારણે આ ન્યુઝપેપર્સના રીપોર્ટ કે આ કલમ અનુસાર પ્રત ની.