
બીજી વખત દાવો અથવા ઇન્સાફી કાર્યવાહી અટકાવવા માટે અગાઉના ફેંસલા પ્રસ્તુત છે.
કોઇ કોટૅ કોઇ દાવો વિચારણામાં લેવો કે નહિ અથવા ઇન્સાફી કાયૅવાહી કરવી કે નહિ એવો પ્રશ્ન હોય ત્યારે જે ફેંસલો હુકમ અથવા હુકમનામાના અસ્તિત્વને લીધે સદરહુ દાવાની વિચારણા કરવાને અથવા સદરહું ઇન્સાફી કાર્યવાહી કરવાને કાયદાથી અદાલતને બાધ આવતો હોય તે ફેંસલો હુકમ અથવા હુકમનામુ પ્રસ્તુત હકીકત છે. ઉદ્દેશ્યઃ- આ કલમમાં (૧) નવો દાવો કે ઇન્સાફી કાયૅવાહી ચલાવવાની બાબત કોટૅ સમક્ષ આવવી જોઇએ. (૨) આમ થતાં જો કોટૅ સમક્ષ એવું જાહેર થાય કે આજ અથવા આવાજ દાવો કે ઇન્સાફી કાર્યવાહી અગાઉ નિણીત થઇ ચુકી છે. તો (૩) અગાઉ નિર્ણિત થયેલા દાવા કે ઇન્સાફી કાર્યવાહીના ફેંસલો હુકમ કે હુકમનામું જે અસ્તિત્વમાં હોય તે નવી કાર્યવાહીમાં પ્રસ્તુત હકીકત તરીકે પુરાવામાં ગ્રાહય બનશે. જેના કારણે નવો દાવો કે ઇન્સાફી કાયૅવાહીને ચલાવવાનો બાધ આવશે આ કલમનો મુખ્ય ઉદ્દેશ્ય એકની એક જ બાબત લીટીગેશન નિયંત્રિત કરવાની રોકી દેવાનો છે. ટિપ્પણીઃ- કોટૅમાં એક વખત કોઇ દાવો ચાલી ગયો હોય અથવા કોઇ ક્રીમીનલ ઇન્સાફી કાયૅવાહી ચાલી ગઇ હોય અને તેના જજમેન્ટ આવી ગયા હોય પછી આજ બાબતે કોટૅમાં ફરી દાવો અથવા ઇન્સાફી કાયૅવાહી ચલાવવાની થાય તો અગાઉ કોર્ટે આપેલો ફેંસલો હુકમ કે હુકમનામું આવો દાવો કે ઇન્સાફી કાર્યવાહી ચલાવવા સામે ત્રનિબંધ બને છે જેને રેસ ડ્યુડીકેટા કહે છે રેસ – જયુડીકેટાનો અથૅ કોઇ બાબતનો કોટૅ દ્રારા નિણૅય થઇ ગયો હોય રેસ જયુડીકેટામાં સામાન્ય રીતે અગાઉના દાવા કે ફોજદારી અને પછીની દાવા કે ફોજદારી કાયૅરીતિમાં પક્ષકારો એક જ હોય છે તેમા મુદ્દાઓ પણ સમાન હોય છે અને દાવાનુ કારણ પણ એક જ હોય છે. એક જ જાતની તકરાર (લીટીગેશન) વારંવાર ઉખાળી કોર્ટનો અને સંબંધિત પક્ષકારોનો સમય નષ્ટ ન થવા દેવો તે આ રેસજયુડીકેટાનો મુખ્ય આશય છે.
Copyright©2023 - HelpLaw