પ્રોબેટ વગેરે સંબંધી હકૂમત વાપરતા આપેલા અમુક ફેંસલાઓની પ્રસ્તુતા
કોઇ વ્યકિતને કોઇ કાયદેસરની હેસિયત આપતો અથવા તેની પાસેથી લઇ લેતો અથવા કોઇ વ્યકિતને કોઇ નિર્દિષ્ટ વ્યકિત નહિ પણ સમગ્ર રીતે કોઇ કાયદેસરની હેસિયત ધરાવવાનો હકક છે અથવા કોઇ ચોકકસ વસ્તુ પરત્વે હક છે એવું જાહેર કરતો કોઇ સતા ધરાવતી અદાલતની પ્રોબેટ લગ્ન એડમિરલ્ટી કે નાદારી વિષયક હકૂમત ભોગવતી વેળા આપેલો ફેંસલો હુકમ કે હુકમનામું તેવી કાયદેસરની હેસિયતનુ અથવા તે વ્યકિતના તે કે વસ્તુ પરત્વેના હકનુ અસ્તિત્વ પ્રસ્તુત હોય ત્યારે પ્રરસ્તુત છે. આવો ફેંસલો હુકમ કે હુકમનામું નીચેનાની નિણૅયક સાબિતી છે કે એવા ફેંસલા હુકમ કે હુકમનામાએ આપેલી કાયદેસરની હેસિયત તે અમલમાં આવ્યું તે સમયે પ્રાપ્ત થાઇ છે કે એવા ફૈસલા હુકમ કે હુકમનામાએ એવી વ્યકિતને જે કાયદેસરની હેસિયત ધરાવવાનો હક હોવાનું જાહેર કર્યું હોય તે હેસિયત તે ફેંસલા હુકમ કે હુકમનામાએ જયારથી તેને પ્રાપ્ત થયાનુ જાહેર કર્યું હોય તે હેસિયત તે ફેંસલા હુકમ કે હુકમનામાએ જયારથી તેને પ્રાપ્ત થયાનું જાહેર કર્યું હોય તે સમયે પ્રાપ્ત થઇ શકે કે એવા ફેંસલા હુકમનામું કે હુકમનામાએ એવી વ્યકિત પાસેથી કાયદેસરની જે હેસિયત લઇ લીધી હોય તે હેસિયત તે ફેંસલા હુકમનામાંથી જયારથી બંધ થયાનુ જાહેર કર્યું હોય તે સમયથી બંધ થઇ છે. અને એવા ફૈસલા હુકમ કે હુકમનામાએ કોઇ વ્યકિતનો કોઇ વસ્તુ પરત્વે એ રીતે હક હોવાનુ જાહેર કર્યું હોય તે વસ્તુ તે ફેંસલા હુકમ કે હુકમનામાંથી જયારથી તેની મિલકત હતી કે હોવી જોઇએ એવું જાહેર કર્યું હોય તે સમયથી તેની મિલકત હતી. ઉદ્દેશ્ય:- આ કલમ વસિયતનામાના કેસની કાર્યરીતિમાં લગ્ન બાબતેના કેસોમાં દરિયાઇ પાણી બાબતેની દેખરેખના કેસો અને નાદારીના કેસોમાં કોઇ કાયદેસરની હેસિયત કે કોઇ વસ્તુ પરત્વેના હકકદાર હોવાનો ફેંસલો કે હુકમ કે હુકમનામું કરે ત્યારે આવો ફેંસલો કે હુકમ કે હુકમનામું એ છેવટનો કોટૅનો નિણૅય છે જેને અંગ્રેજીમાં જજમેન્ટ ઇન રેમ કહેવાય છે એટલે કે આવું જજમેન્ટ ત્રીજી પાર્ટી અને આખી દુનિયામાં પણ માન્ય રાખવાનું થાય છે. જજમેન્ટ (સવૅબંધક ફેંસલો) ઇન રેમની વ્યાખ્યા નામ બતાવે છે તે પ્રમાણે કોઇ ચોકકસ વિષયવસ્તુની હેસીયત અંગે સક્ષમ હકુમત ધરાવતી ટ્રીબ્યુનલ દ્રારા જાહેર કરવામાં આવેલો ન્યાયિક ફેંસલો કલમની પછીના ભાગમાં કાયદેસરની હેસીયત કાયદેસરની હેસીયત માટે હકકદાર કાયદેસરની હેસીયતની સમાપ્તિ કે મિલકત પ્રાપ્તિ વ્યકિતને ત્યારે મળેલી કે પ્રાપ્ત થયેલી ગણાય જયારે આવો કોઇ ફેંસલો હુકમ નામું આવી પ્રાપ્તિ માટેની જાહેરાત કરે તેવા ફેંસલા હુકમ કે હુકમનામું નિણૅયક ફેંસલા ગણાય છે. આવા ફેંસલા હુકમ કે હુકમનામું પ્રસ્તુત ગણાય છે. ટિપ્પણી:- આ કલમમાં જે વસિયતનામા બાબતેનો પત્ર લગ્ન અંગેની હકીકતો મેરીટાઇમ કાયદો તેમજ નાદારીને લગતી બાબતો છે તે જાહેર વ્યકિતઓને પણ સ્પર્શતી બાબતો હોઇ જયારે આવી બાબતો કોર્ટમાં ચાલતી હોય ત્યારે કોઇપણ અસર પામતા પક્ષકાર કે જે દાવામાં સામેલ ન હોય તેઓ ન્યાયાલયમાં અરજી કરી દાવામાં પક્ષકાર બની પોતાનો પક્ષ કોર્ટ સમક્ષ રાખી શકે છે આવી બાબતો ચલાવતી જે સક્ષમ કોટી છે તેમણે આપેલા ફેંસલા અંતિમ ગણાય છે અને તે ત્રીજી પાટી ઉપરાંત આખીયે દુનિયાને માન્ય રાખવા પડે છે અને આજ કારણે તેને જજમેન્ટ ઇન રેમ કહેવાય છે.
Copyright©2023 - HelpLaw