
કલમ ૪૧માં જણાવેલ હોય તે સિવાયના ફેંસલા હુકમો કે હુકમનામાઅની પ્રસ્તુતતા અને અસર
કલમ ૪૧માં જણાવેલા હોય તે સિવાયના તપાસમાં પ્રસ્તુત હોય એવી જાહેર સ્વરૂપની બાબતો સબંધી ફેંસલા હુકમો કે હુકમનામા પ્રસ્તુત છે. પણ એવા ફેંસલા હુકમો કે હુકમનામાઓમાં જે જણાવેલુ હોય તે નિણૅયક સાબિતી તે નથી. ઉદ્દેશ્યઃ- આ કલમમાં (૧) તપાસની બાબત હોવી જોઇએ (૨) આ તપાસ સબંધી બાબતો જાહેર પ્રકારની હોવી જોઇએ જેવી કે રૂઢિ... ટોલ ફેરી અંગેના હકકો રોડ રીપેર કરવાની જવાબદારી વગેરે (૩) આ જાહેર બાબતો જે તપાસ સંબંધી હોય ત્યારે ફેંસલા હુકમ કે હુકમનામું થયુ હોવુ જોઇએ. જો આમ થાય તો આ જાહેર બાબતો કે જે તપાસ સંબંધે હોય તે પ્રસ્તુત બને છે પછી તે એક જ પક્ષકારો વચ્ચે હોય કે ન હોય આમ આ કલમમાં જાહેર બાબતો તપાસ સંબંધે નો મૂળ મુદ્દો બને છે જે પ્રસ્તુત હકીકત બને છે અને આ કલમ પ્રમાણે સક્ષમ કોટૅનુ હુકમનામું જે જાહેર હિતો અંગે હોય જેવા કે ચોકકસ જાતિઓ માટેના વારસાઇ અંગેના રિવાજો તે એક સારો પુરાવો બને છે.
Copyright©2023 - HelpLaw