કલમ ૪૦ થી ૪૨માં જણાવેલા હોય તે સિવાયના ફેંસલા વગેરે કયારે પ્રસ્તુત ગણાય - કલમ:૪૩

કલમ ૪૦ થી ૪૨માં જણાવેલા હોય તે સિવાયના ફેંસલા વગેરે કયારે પ્રસ્તુત ગણાય

કલમો ૪૦ ૪૧ અને ૪૨માં જણાવેલા હોય તે સિવાયના ફેંસલા હુકમો કે હુકમનામા અપ્રસ્તુત છે સિવાય કે તેવા ફેંસલા હુકમ કે હુકમનામાનું અસ્તિત્વ વાદગ્રસ્ત હકીકત હોય અથવા આ અધિનિયમની બીજી કોઇ જોગવાઇ હેઠળ તે પ્રસ્તુત હકીકત હોય ઉદ્દેશ્યઃ- કલમ ૪૦ થી ૪૨માં જે પ્રકારના ફેંસલા હુકમ કે હુકમનામા બતાવ્યા છે તે સિવાયના બીજા ફેંસલા હુકમ કે હુકમનામા આ કલમમાં અપ્રસ્તુત બને છે પરંતુ આ કલમમાં બે અપવાદ રાખેલો છે કે (૧) આવા ફેંસલા હુકમ કે હુકમનામા તે મુદ્દાની હકીકત (વાદગ્રસ્ત હકીકત) બનતી હોય (૨) અથવા તે આ કાયદાના કોઇ બીજા પ્રાવધાનથી પ્રસ્તુત હોય . આમ કલમ ૪૦ બે પક્ષકારો વચ્ચે એક જ કારણ માટે બે દાવા હોય જેમા પહેલા દાવાનો ફેંસલો આવી ગયેલો હોય તો બીજા દાવા માટે આ ફેંસલો રેસજયુડીકેટા બને તેવી જ રીતે કલમ ૪૧ ચોકકસ ચાર બાબતો પ્રોબેટ લગ્ન સંબંધી નાદારી અને દરિયાઇ પાણી સંબંધીના જજમેન્ટ બાબતે છે આવા જજમેન્ટ નિણૅયક જજમેન્ટ હોય છે જયારે કલમ ૪૨માં જે તપાસની બાબત હોય તે જાહેર પ્રકારની હોય અને કોઇ ફેંસલો આપેલો હોય પરંતુ કલમ ૪૧ ની માફક આ કલમ ૪૦ અને ૪૨ ના ફેંસલા નિણૅયક ફેંસલા હોતા નથી. આમ એ સ્પષ્ટતા કરી છે કે જે ફેંસલા હુકમ કે હુકમનામા ઉપર જણાવેલા બે અપવાદોમાં આવી જતાં ન હોય તેવા ફેંસલા પ્રસ્તુત નથી