ફેંસલો મેળવવામાં થયેલું કપટ કે છૂપી સંતલસ અથવા અદાલતની અક્ષમતા સાબિત કરી શકાશે - કલમ:૪૪

ફેંસલો મેળવવામાં થયેલું કપટ કે છૂપી સંતલસ અથવા અદાલતની અક્ષમતા સાબિત કરી શકાશે

કલમ ૪૦ ૪૧ અથવા ૪૨ હેઠળ પ્રસ્તુત હોય અને પ્રતિપક્ષે સાબિત કરેલો હોય તેવો કોઇ ફેંસલો હુકમ કે હુકમનામું જે કોર્ટ કરી આપ્યું હોય તેને તે કરી આપવાની સત્તા ન હતી. - અથવા તે કપટથી કે છૂપી સંતલસથી મેળવવામાં આવ્યુ હતુ એમ દાવાનો અથવા બીજી કાયૅવાહીનો કોઇ પણ પક્ષકાર બતાવી શકશે. ઉદ્દેશ્ય - જે મુદ્દાઓને ધ્યાનમાં રાખીને કલમ ૪૦ હેઠળ કોઇ ફેંસલો બે પક્ષકારો વચ્ચે અગાઉ આપવામાં આવેલો હોય તે જ પક્ષકારો આવાજ મૃદાઓ માટે બીજી વખતે દાવો માંડે તો તેમને રેસ જયુડીકેટનો બાધ આવે છે. કલમ ૪૧ ખાસ બાબતો જેવી કે પ્રોબેટ લગ્નસંબંધી દરિયાઇ પાણી સંબંધી અને નાદારી સંબંધીના કેસો ચલાવી જે ફેંસલા આપે છે તે નિર્ણય ફેંસલા હોય છે. કલમ ૪૨ જે ફેંસલા અપાય છે તેમા તપાસની બાબત જાહેર પ્રકારનો હોય છે. આ ત્રણે કલમના ફેંસલા હુકમ કે હુકમનામાં જો કોર્ટને આવો ફેંસલો હુકમ કે હુકમનામું આપવાની હકુમત ન હતી અથવા (બી) આ ફેંસલો હુકમ કે હુકમનામું કપટ અને મેળાપીપણાથી મેળવાયા છે તેવું પછી દાવો કરનાર કે અન્ય કોઇ કાયૅરીતિમાં ભાગ લેનાર કોઇ પણ પક્ષકાર બતાવી શકશે. આમ આ કલમ આવી ગયેલા ફેંસલા હુકમ કે હુકમનામાની વાત કરે છે જે ફેંસલા વગેરે પછી કોઇ વાદગ્રસ્ત બાબતે દાર્થો માંડનાર અથવા કોઇ હુકમનામા કે અન્ય કાયૅરીતિમાં ભાગ લેનાર વ્યકિત તેને એ કહીને પડકારી શકે છે કે આ અગાઉ નો દાવો જે નિણિત કરાયો હતો તે કોટૅને આવો ફેંસલો આપવાની કોઇ હકુમત નહોતી અથવા આવો ફેંસલો કપટથી કે પક્ષકારોના મેળાપી પણાથી મેળવવામાં આવ્યો હતો.