નિષ્ણાંત વ્યકિતઓના અભિપ્રાયો - કલમ:૪૫

નિષ્ણાંત વ્યકિતઓના અભિપ્રાયો

વિદેશી કાયદાની અથવા વિજ્ઞાન કે કળાની કોઇ બાબત વિશે અથવા હસ્તાક્ષર કે આંગળાની છાપની ઓળખ વિષે અભીપ્રાય બાંધવાનો હોય ત્યારે એવા વિદેશી કાયદા વિજ્ઞાન કે કળામાં અથવા હસ્તાક્ષર કે આંગળાની છાપની ઓળખના પ્રશ્નોમાં કૌશલ્ય ધરાવતી વ્યક્તિઓના તે વિષેના અભિપ્રાયો પ્રસ્તુત હકીકતો છે. એ વ્યકિતઓને નિષ્ણાતો કહેવામાં આવે છે. ઉદ્દેશ્ય આ કલમમાં જે વિષયોની ચર્ચા કરી છે તે ખાસ વિષયો બાબતેની ચર્ચે છે અને આ ખાસ વિષયોની જાણકારી સામાન્ વ્યકિતઓને અને ઘણી વખત કોટૅને પણ હોતી નથી. છતાંયે કોટૅને આવી બાબતો માટેના વિવાદોના ફેંસલા આપવાના થાય છે એટલે આવા ખાસ વિષયોના જે તજજ્ઞો હોય તેવી વ્યક્તિઓ કોર્ટને આ વિષયો પરત્વેની જાણકારી સામાન્ય ભાષામાં સમજાવે છે અને ત્યારબાદ આવી બાબતો પ્રત્યે આ તજજ્ઞો યોગ્ય કારણો રજૂ કરી તેમના યોગ્ય અભિપ્રાય આપે છે જેને નિષ્ણાંત અભિપ્રાય કહેવાય છે. આ કલમમાં આવા ખાસ પાંચ વિષયો લેવામાં આવેલા છે અને તે વિદેશી કાયદો વિજ૦૦૦ઞાન કલા હસ્તાક્ષરની ઓળખ અને આંગળાના છાપની ઓળખ બાબતે છે. આ પાંચે પાંચ વિષયો એવા છે જે વિષયો બાબતે તજજ્ઞોએ કોઇ ખાસ અભ્યાસ તાલીમ અને અનુભવ મેળવી તે બાબતની જાણકારી પ્રાપ્ત કરી હોય છે અને આ કારણે આ વિષયો પ્રત્યેના નજજ્ઞોની જાણકારી અને આ જાકારીના કારણે અપાયેલા અભિપ્રાય સામાન્ય રીતે કોટૅ ધ્યાનમાં લે છે અને વાદગ્રસ્ત હકીકતોના નિણૅય લેતી વખતે આવા અભિપ્રાયોને યોગ્ય સ્થાન આપી પુરાવાઓનુ ઉચીત મૂલ્યાંકન કરે છે