
નિષ્ણાતોના અભિપ્રાયો સાથે સંબંધ ધરાવતી હકીકતો
નિષ્ણાંતોના અભિપ્રાયો પ્રસ્તુત હોય ત્યારે એવા અભિપ્રાયોને પુષ્ટિ આપતી હોય અથવા તેની સાથે અસંગત હોય કે હકીકતો અન્યથા તે પ્રસ્તુત ન હોવા છતા પ્રસ્તુત છે. ઉદ્દેશ્ય:- કલમ ૪૫એ નિષ્ણાંતનો જે ચોકકસ બાબત કે વિષય અંગે અભિપ્રાય આપવામાં આવ્યો હોય તે અભિપ્રાયને પ્રસ્તુત હકીકત માનવામાં આવી છે પરંતુ આ કલમ તે કલમ ૪૫નું વિસ્તરણ છે અને આ કલમ દ્રારા બે બાબતો (૧) નિષ્ણાંતના અભિપ્રાયને પુષ્ટિ આપતી બાબતો અથવા (૨) અભિપ્રાયોથી અસંગત હોય તેવી બાબતોને પણ પ્રસ્તુત ગણવામાં આવી છે.
Copyright©2023 - HelpLaw