હસ્તાક્ષર વિશેના અભિપ્રાયો કયારે પ્રસ્તુત ગણાય - કલમ:૪૭

હસ્તાક્ષર વિશેના અભિપ્રાયો કયારે પ્રસ્તુત ગણાય

કોઇ દસ્તાવેજ કોણે લખ્યો છે અથવા તેના ઉપર કોણે સહી કરી છે તે વિષે કોઇ અભિપ્રાય બાંધવાનો હોય ત્યારે તે દસ્તાવેજ તે વ્યકિતએ લખ્યો છે કે નહિ અથવા તેના ઉપર તેણે સહી કરી છે કે નહિ એમ જેણે તે લખ્યાનુ અથવા તેના ઉપર સહી કયૅ નુ ધારવામાં આવતુ હોય તેના હસ્તાક્ષર ઓળખતી વ્યકિતનો અભિપ્રાય પ્રસ્તુત હકીકત છે. સ્પષ્ટીકરણઃ- કોઇ વ્યકિતએ કોઇ બીજી વ્યકિતને લખતા જોઇ હોય ત્યારે અથવા તે બીજી વ્યકિતને ઉદ્દેશીને અથવા તેના અધિકારથી લખાયેલા દસ્તાવેજોના ઉપરમાં તે બીજી વ્યકિતએ લખેલા હોવાનું અભિપ્રેત હોય તેવા દસ્તાવેજો તેને મળ્યા હોય અથવા તે બીજી વ્યકિતએ લખેલા હોવાનુ અભિપ્રેત હોય તેવા દસ્તાવેજો સામાનય દસ્તુર મુજબ તેની સમક્ષ રજૂ થતા રહેતા હોય ત્યારે તે બીજી વ્યકિતના હસ્તાક્ષર ઓળખે છે એમ કહેવાય ટિપ્પણી:- હસ્તાક્ષર ઓળખવા માટે જુદા જુદી રીતો ઉપલબ્ધ છે કલમ ૪૫ પ્રમાણે હસ્તાક્ષરનો અભિપ્રાય હસ્તાક્ષર કરવાની જુબાની કે જે સીધો પુરાવો બને છે વ્યકિતને લખતા જે કોઇ બીજી વ્યકિતએ જોયો હોય તે વ્યકિતની જુબાની હસ્તાક્ષર જેના ઓળખવાના છે તેવી વ્યકિતના હસ્તાક્ષરવાળા દસ્તાવેજોની આપલેથી પરિચિત તેવી વ્યકિત દ્રારા આ આવા હસ્તાક્ષરોની ઓળખ વગેરે આ કલમમાં આવરી લેવામાં આવેલુ છે.