ડીઝીટલ સહી વિષેનો અભિપ્રાય કયારે પ્રસ્તુત ગણાય - કલમ:૪૭(એ)

ડીઝીટલ સહી વિષેનો અભિપ્રાય કયારે પ્રસ્તુત ગણાય

કોઇપણ વ્યકિતની ડીઝીટલ સહી સંબંધી ન્યાયાલયે અભિપ્રાય બાંધવાનો હોય ત્યારે ડીઝીટલ સિગ્નેચર સર્ટિફિકેટ કાઢી આપવા પ્રમાણિત કરનારા સતાધિકારીનો અભિપ્રાય પ્રસ્તુત હકીકત છે. ઉદ્દેશ્યઃ- કલમ ૪૭ જે હસ્તાક્ષરોથી પરિચિત કે નિષ્ણાંત હોય તેવી વ્યકિતનો અભિપ્રાય કોટૅમાં પ્રસ્તુત બને છે વિજ્ઞાાન આગળ વધતાં હવે ડીજીટલ સીગ્નેચર કે જે સામાન્ય સહીથી અલગ છે તે રોજબરોજ વપરાતી થઇ હોઇ તે સહી સાચી છે તે કોટૅ ત્યારે માને છે કે જયારે આવી સહીનુ કોઇ સતાધિકારી કોટૅ સમક્ષ પ્રમાણિત કરે ટિપ્પણી:- ડીઝીટલ સહીનું સટીફીકેટ હાથે લખેલી સહીની જેમ જ આ ડીઝીટલ સહી પણ ઇન્ટરનેટથી જે દસ્તાવેજ ફાઇલ કરવામાં આવ્યા હોય તે દસ્તાવેજ મોકલનારની ઓળખ જાહેર કરે છે જે ઓળખ મોકલનાર ફોક કરી શકતો નથી કે ના કહી શકતો નથી એજ પ્રમાણે ડીજીટલ સીગ્નેચર સટીફીકેટ એ હાથે લખેલ સહીની ડીઝીટલ (આંકડાકીય) સમકક્ષ સહી છે જે ઇલેકટ્રોનીકલી કોઇ સંદેશો કે ડોકયુમેન્ટ સાથે જોડાયેલા હોય છે. ડિજિટલ સિગ્નેચર ને ઇલેકટ્રોનીકલી સીકયોરીટી માટૅ પણ કહે છે.