હક અથવા રિવાજના અસ્તિત્વ વિશેના અભિપ્રાય કયારે પ્રસ્તુત ગણાય - કલમ:૪૮

હક અથવા રિવાજના અસ્તિત્વ વિશેના અભિપ્રાય કયારે પ્રસ્તુત ગણાય

કોઇ સામાન્ય રિવાજ અથવા હકના અસ્તિત્વ વિશે અદાલતને અભિપ્રાય બાંધવાનો હોય ત્યારે જેના અસ્તિત્વની જે વ્યકિતઓને જાણ હોવાનો સંભવ હોય તે રિવાજ અથવા હકના અસ્તિત્વ વિશેના તેમના અભિપ્રાયો પ્રસ્તુત છે. સ્પષ્ટીકરણઃ- સામાન્ય રિવાજ અથવા હક એ શબ્દોમાં લોકોના બહોળા વગૅમાં પ્રચલિત હોય તે રિવાજ અને હકનો સમાવેશ થાય છે. ઉદ્દેશ્ય:- આ કલમ ૫ણ ૪૫ના જેવી જ છે કલમ ૪૫માં નિષ્ણાંતની જે બાબત કહી છે તેવી જ બાબત કહી છે તેવી જ બાબત અહીં જાણકાર માણસ માટેની કહી છે એટલે કે સામાન્ય રિવાજ અથવા હકકના અસ્તિત્વ વિષે જે વ્યકિતને જાણકારી હોય તેનો કોટૅ સમક્ષનો અભિપ્રાય કોટૅ ધ્યાનમાં લઇ શકે છે અને આ જાણકાર માણસે આપેલો અભિપ્રાય પુરાવામાં ગ્રાહય બને છે પરંતુ વ્યકિતની માહિતી તેવી બાબતોથી જે કહીસૂની માહિતી આપી હોય તો તેનુ પુરાવામાં કોઇ મહત્વ નથી. ટીપ્પણીઃ- આ કલમમાં સામાન્ય રિવાજ અથવા હકકની બાબત ચચી છે કલમ ૧૩માં રિવાજ અથવા હકકની બાબત ચચી છે આ રિવાજ અથવા હકકની આગળ સામાન્ય એવો શબ્દ લખવામાં આવ્યો નથી. જે બતાવે છે કે કલમ ૧૩માં રિવાજ અથવા હકકનો અથૅ બહોળો છે જયારે આ કલમમાં સામાન્ય શબ્દ લખીને તે ખાસ પ્રકારના વર્ગની વ્યકિતઓને આવરી લે છે.