સગપણ વિશેના અભિપ્રાય કયારે પ્રસ્તુત ગણાય
ન્યાયાલયને એક વ્યકિતના બીજી વ્યકિત સાથેના સગપણ વિષે અભિપ્રાય બાંધવાનો હોય ત્યારે કુટુંબના સભ્ય તરીકે અથવા બીજી રીતે જેની પાસે તે વિષેની માહિતીનાં ખાસ સાધનો હોય તે વ્યકિતઓનો તે સગપણના અસ્તિત્વ વિષે વહેવારથી વ્યકત થતો અભિપ્રાય પ્રસ્તુત હકીકત છે. પરંતુ ઇન્ડિયન ડાયવોસૅ એકટ ૧૮૬૯ હેઠળની કાયૅવાહીમાં અથવા ઇન્ડિયન પીનલ કોડ ૧૮૬૦ની કલમ ૪૯૪ ૪૯૫ ૪૯૭ અથવા ૪૯૮ હેઠળના ફોજદારી કામોમાં એવો અભિપ્રાય લગ્ન સાબિત કરવા માટે પૂરતા ગણાશે નહી. ઉદ્દેશ્ય:- આ કલમ બે ભાગમાં વહેંચાયેલી છે. પ્રથમ ભાગ (૧) જયારે કોટૅને એક વ્યકિતનું બીજી વ્યકિતના સગપણ બાબતે અભિપ્રાય બાંધવાનો થાય ત્યારે (૨) કુટુંબના સભ્ય અથવા બીજી રીતે જેની પાસે આવું સગપણની માહિતીનાં ખાસ સાધનો હોય (૩) તેવી વ્યકિત દ્રારા આ સગપણ બાબતોની અભિપ્રાય પ્રસ્તુત બને છે. બીજા ભાગમાં ડાયવોસૅ એકટ ૧૮૬૮ અને ઇ.પી.કો કલમ ૪૯૫ ૪૯૭ ૪૯૮ માટે આટલો પુરાવો એટલે કે માત્ર પ્રસ્તુતિ તે પૂરતો પુરાવો નથી પરંતુ આ જે બાબતો પ્રસ્તુતિમાં કહી હોય તે પુરવાર કરવાની પણ રહે છે. ટિપ્પણીઃ- ઉપર ઉદ્દેશ્યમાં જણાવ્યા પ્રમાણે આ કલમના પહેલા ભાગમાં જયારે કોટૅને પોતાનો અભિપ્રાય લેવાનો થાય ત્યાં કુટુંબના સભ્ય કે બીજા કોઇ જેમને આ સગપણ બાબતની ખાસ સાધનો દ્રારા માહિતી હોય તેનો કોટૅમાં આપેલી જુબાની દ્રારા અભિપ્રાય પ્રસ્તુત બને છે.
Copyright©2023 - HelpLaw