અભિપ્રાયના કારણો કયારે પ્રસ્તુત ગણાય - કલમ:૫૧

અભિપ્રાયના કારણો કયારે પ્રસ્તુત ગણાય

કોઇ હયાત વ્યકિતનો અભિપ્રાય પ્રસ્તુત હોય ત્યારે જેના ઉપરથી એવો અભિપ્રાય બાંધવામાં આવ્યો હોય તે કારણો પણ પ્રસ્તુત છે. ઉદ્દેશ્ય:- અહીં જીવિત વ્યકિત જે અભિપ્રાય આપેલ હોય તે અભિપ્રાય આપવા પાછળના જે કારણો કોટૅ સમક્ષ રજૂ કરવામાં આવે તે પણ પ્રસ્તુત બને છે. ટિપ્પણીઃ- વ્યકિત જયારે કોટૅ સમક્ષ એવા કોઇ અભિપ્રાય દર્શાવે ત્યારે અભિપ્રાય દશૅ ાવવાના કારણો પણ તે વ્યકિતએ વ્યકત કરવા પડે છે. જો આવા કારણો રજૂ કરવામાં ન આવે તો વ્યકિતએ કોટૅ સમક્ષ આપેલો અભિપ્રાય ખોખલો બની જાય છે અને તે પુરાવામાં ગ્રાહય બનતો નથી. આવા કારણો વગરનો અભિપ્રાય જો કોટૅમાં રજૂ કરવામાં આવે તો પ્રતિપક્ષને નુકશાનકારક બને છે કારણ કે આવા અભિપ્રાય અને કારણોની ઉલટ તપાસ થઇ શકતી નથી