દીવાની કેસોમાં આરોપાયેલુ વતૅન સાબિત કરવા માટે ચારિત્રય અપ્રસ્તુત છે
દીવાની કેસોમાં અન્યથા પ્રસ્તુત હકીકતો ઉપરથી દેખાઇ આવતુ હોય તે સિવાય કોઇ સબંધિત વ્યકિતનુ ચારિત્ય તેનામાં આરોપાયેલા વતૅનને સંભવિત કે અસંભવિત બનાવે છે એ હકીકત અપ્રસ્તુત છે. ઉદ્દેશ્યઃ- આ કલમ દિવાની કેસોને લાગુ પડે છે આ કલમના આધારે વ્યકિતની આરોપીત વતૅણૂક સંભવિત કે અસંભવિત બતાવવા માટે ચારિત્ય બાબતનો કોઇ પુરાવો પ્રસ્તુત ગણાતો નથી. પરંતુ ચારિત્ય બાબતેના પુરાવા વગર જ એવી કોઇ હકીકત । પુરવાર કરવામાં આવેલી હોય કે જે ચારીત્ય ને સ્પૉ કરતી હોય અને ચારિત્ય બાબતેનો નિષ્કષૅ કોટૅ કાઢી શકે તેમ હોય તો આવી હકીકતો પુરાવામાં પ્રસ્તુત બને છે. ટિપ્પણી:- ચારિત્ર બાબતનો પુરાવો અહીં દિવાની કેસોમાં બહાર રાખવાનો મુખ્ય હેતુ જાહેર નીતિરીતિ અને યોગ્ય રીતે ન્યાય લોકોને મળે તે બાબતે છે જો ચારીત્ય બાબતનો પુરાવો કોટૅમાં સામેલ કરવામાં આવે તો પક્ષકારોને મોટું નુકશાન થવા સંભવ છે ઉપરાંત પક્ષકારો માટે તેમની જાતનો બચાવ કરવા કોટૅમાં આવવું મુશ્કેલ પડી જાય તેવી પરિસ્તિતિ ઊભી થઇ શકે તેમ છે.
Copyright©2023 - HelpLaw