ફોજદારી કેસોમાં અગાઉનું સારૂ ચારિત્ય પ્રસ્તુત - કલમ:૫૩

ફોજદારી કેસોમાં અગાઉનું સારૂ ચારિત્ય પ્રસ્તુત

ફોજદારી કાયૅવાહીમાં વ્યકિત સારા ચારિત્યવાળી છે એ હકીકત પ્રસ્તુત છે. ઉદ્દેશ્ય:- આ કલમમાં જે વ્યકિત ઉપર ફોજદારી કેસ થયો હોય અને કોટૅ કેસ ચાલવામાં આવે ત્યારે વ્યકિત સારા ચારિત્યવાળી છે એવી પ્રતિષ્ઠા ધરાવતા હોય તો એ હકીકત પ્રસ્તુત બને છે અને આ બાબત પુરાવામાં ગ્રાહય બને છે. ટિપ્પણીઃ- સારા ચારિત્યવાળી વ્યકિત ગુનો ન કરી શકે એ શકયતાને ધ્યાનમાં રાખી આ વ્યકિત નિર્દોષ હોઇ શકે તેવું કોટૅ અનુમાન કરી શકે છે જો કે જે ગુનો નોંધાયો હોય તે બાબતે આરોપીના પક્ષમાં આ એક પુરાવો બને છે જેનુ અન્ય પુરાવાઓ સાથે મૂલ્યાંકન કરવાનું થાય છે. ક્રીમીનલ કેસોમાં સારા ચારિત્યવાલી વ્યકિત ગુનો નહીં કરે તેવુ યોગ્ય અને ન્યાયી અનુમાન થઇ શકે છે. અને આ કારણે ફોજદારી કેસોમાં સારા ચારિત્યનો પુરાવો એ એક યોગ્ય પુરાવો છે અને યોગ્ય કારણો રહિતને પુરાવામાં ગ્રાહય ગણવામાં આવે છે.