
ઉતરરૂપે હોય તે સિવાય અગાઉનું ખરાબ ચારિત્ય પ્રસ્તુત નથી
ફોજદારી કાયૅવાહીમાં આરોપીનુ ચારિત્ર્ય ખરાબ છે એવી હકીકત ઉતરરૂપે હોય તે અપ્રસ્તુત છે સિવાય કે તેનું ચારિત્ર્ય સારૂ છે એવો પુરાવો આપવામાં આવ્યો હોય એ સંજોગોમાં ચારિત્ર્ય ખરાબ છે એ હકીકત પ્રસ્તુત બને છે.
સ્પષ્ટીકરણઃ-૧ કોઇ વ્યકિતનું ચારિત્ર્ય ખરાબ છે એ જ હકીકત જેમા વાદગ્રસ્ત હકીકત હોય તે કેસોને લાગુ પડતી નથી. સ્પષ્ટીકરણ:-૨ અગાઉ ગુના માટે દોષિત ઠૉ ની હકીકત ખરાબ ચારિત્ર્યના પુરાવા તરીકે પ્રસ્તુત છે. ઉદ્દેશ્ય:- સ્પષ્ટીકરણ સહિત આ કલમમાં ત્રણ બાબતો ધ્યાનમાં લેવાની છે. (૧) કોઇ વ્યકિત ખરાબ ચારિત્ર્ય ધરાવે છે એવો કોઇ પુરાવો જો કોટૅમાં રજૂ થાય તો તેનો પુરાવો પુરાવામાં ગ્રાહય નથી. પરંતુ આરોપી તરફે એવો પુરાવો રજૂ કરવામાં આવે કે તે સારૂ ચારીત્ર્ય ધરાવે છે ત્યારે ઉલટ તપાસમાં જો આરોપીના ખરાબ ચારીત્ર્યની કોઇ વિગત બહાર આવે તો તે હકીકત પ્રસ્તુત બને છે. (૨) વ્યકિતનુ ચારિત્ર્ય ખરાબ હોવા બાબતે તે જયારે મુદ્દાની હકીકત હોય ત્યારે કલમ ૫૪ તેને લાગુ પડતી નથી મતલબ કે આરોપીના ખરાબ ચારીત્ર્ય બાબતને તેવા સંજોગોમાં પ્રસ્તુત હકીકત ગણી શકાય. (૩) અગાઉ સજા થઇ ગયેલી હોય તેવું જાહેર થાય તેવાં સંજોગોમાં આ ખરાબ ચારિત્ર્ય બાબત પ્રસ્તુત બને છે. ટિપ્પણીઃ- કોઇ વ્યકિતનું ચારિત્ર્ય સારૂ નથી એવો કોઇ પુરાવો ફોજદારી કાયૅરીતિમાં ગ્રાહય નથી સિવાય કે વ્યકિતનુ ચારીત્ર્ય તેજ મુદ્દાની હકીકત હોય પરંતુ જયારે આરોપી પોતે જ સારૂ ચારિત્ર્ય ધરાવે છે તેવો પુરાવો રજૂ કરે ત્યારે ફરિયાદી પક્ષ ઉલટતપાસ દ્રારા કે પોતાના સાક્ષી દ્રારા આવો પુરાવો નકારી શકે છે અને પોતાની ઉલટ તપાસ કે સાક્ષી દ્રારા આરોપી વિરૂધ્ધ ખરાબ ચારિત્ર્યનો પુરાવો રજૂ થયેલો હોય તે ધ્યાનમાં લેવાય છે નીચેના ઉદાહરણથી આ બાબત યોગ્ય રીતે સમજાશે.
Copyright©2023 - HelpLaw