નુકશાનીની રકમને અસર કરતુ ચારિત્ર્ય - કલમ:૫૫

નુકશાનીની રકમને અસર કરતુ ચારિત્ર્ય

કોઇ વ્યકિતનુ ચારિત્ર્ય તેને મળવી જોઇએ તે નુકશાનીની રકમને અસર પહોંચાડે એવુ હોય એ હકીકત દીવાની કેસોમાં પ્રસ્તુત છે. સ્પષ્ટીકરણઃ- કલમો ૫૨ ૫૩ ૫૪ અને ૫૫માં ચારિત્ર્ય એ શબ્દમાં પ્રતિષ્ઠાઅને પ્રકૃતિ અને બંનેનો સમાવેશ થાય છે પણ કલમ ૫૪ મુજબ હોય તે સિવાય માત્ર સામાન્ય પ્રતિષ્ઠા અને સામાન્ય પ્રકૃતિનો પુરાવો આપી શકાશે અને તેની પ્રતિષ્ઠા અથવા પ્રકૃતિ દશૅ વતા હોય તેવા ખાસ કૃત્યોનો પુરાવો આપી શકાશે નહી. ઉદ્દેશ્યઃ- આ કલમ નુકશાનની રકમને અસર પહોંચાડે તેવું ચારીત્ર્ય બાબતેનો પુરાવો રજૂ કરવા બાબતે છે ચારિત્ર્ય વ્યકિતની સામાન્ય રીતે પ્રતિષ્ઠા અને હેસીયત (પ્રકૃતિ) શું છે તે દ્રારા દશૅ ખવાય છે. પરંતુ સ્પષ્ટીકરણમાં જણાવ્યા પ્રમાણે આ કલમમાં સામાન્ય પ્રતિષ્ઠા અને સામાન્ય પ્રતિષ્ઠા અને સામાન્ય હેસીયત સિવાય પ્રતિષ્ઠા અને હેસીયત અંગેનો ખાસ કૃત્યો બાબતેનો કોઇ પુરાવો આપી શકાશે નહી. ટિપ્પણીઃ- જયારે વાદી કોઇ નુકશાનીનો દાવો કરે છે ત્યારે પ્રતિવાદી વાદીના ખરાબ ચારીત્ર્યના પુરાવા રજૂ કરે છે જેના કારણે આ નુકશાનીની રકમ ઓછી કરી શકાય દિવાની કેસોમાં વાદી સારા ચારીત્ર્યનો છે તવુ માનવામાં આવે જ છે એટલે પ્રતિવાદી તેના ઉપર માનહાની સ્ત્રીઓને લોભામણી લગ્ન કરવાનું વચન તોડી નાંખવું વ્યભિચાર જેવ ગુનાઓ બાબતના પુરાવા રજૂ કરે છે આ પુરાવાઓને એકજ ઉદ્દેશ્ય હોય છે કે જેના કારણે નુકશાની રકમ ઓછી કરી શકાય