
જયુડિશિયલ નોટિશ લેવા પાત્ર હકીકત સાબિત કરવાની જરૂર નથી
અદાલન જેની જ્યુડિશિયલ નોટીશ લે એવી કોઇ વ્હકીકત સાબિત કરવાની જરૂર નથી. ઉદ્દેશ્ય - ભાગ-૨ માં ત્રણ કલમોનો સમાવેશ થાય છે જેમા કલમ ૫૬ મુજબ જે હકીકતની જયુડિશીયલ નોટીશ લેવાઇ હોય તેને સાબિત કરવાની જરૂરત નથી. કલમ ૫૭માં ચોકકસ હકીકતો જે કલમમાં બતાવી છે તેની જયુડિશીયલ નોટીશ લેવાની થાય છે. અને તે હકીકતો સાબિત કરવાની થતી નથી પરંતુ ૫૭ પ્રમાણે અમુક ડોકયુમેન્ટના રેફરન્સ લઇને અને જે વ્યકિત અન્ય કોઇ બાબતની જયુડીશીયલ નોટીશ લેવાનુ જણાવે તો તેની પાસેથી યોગ્ય જાણકારી જરૂરી રેફરન્સ બુક દ્રારા લીધા પછી તેના પછી જયુડીશીયલ નોટીશ લઇ શકે. કલમ પટમાં કાર્યરિતી વખતે કોઇ સામેવાળી પક્ષ પહેલા પક્ષકાર દ્રારા વર્ણવેલી હકીકતો સ્વીકારે તો કોર્ટ તેની જયુડિશીયલ નોટિશ લઇ શકે. આમ આ ત્રણે કલમોમાં બે બાબતોની ચર્ચા કરાઇ છે. (૧) હકીકતો કે જેની જયુડિશીયલ નોટીશ લઇ શકાતી હોય (૨) અને હકીકતો કે જે સામાવાળા પક્ષે (એડમીટ) સ્વીકારી લીધી હોય આ બાબતોને સાબિત કરવાની કોઇ જરૂરત રહેતી નથી. ટિપ્પણી: વર્ષોથી આપણે જોતા આવ્યા છીએ કે પંચાંગમાં જણાવ્યા પ્રમાણે સૂર્યોદય અને સૂર્ય સ્ત ચોકકસ દિવસોએ થાય છે અને આ બાબત આપણે સૌએ સ્વીકારી લીધી છે માઇલ કરતા કીલોમીટર ઓછા અંતરનો છે આપણે જાણીએ છીએ અને તેમા કોઇ સાબિતીનો અવકાશ નથી. કિલોગ્રામ કરતા પાઉંડનુ વજન ઓછું છે તે હકીકત પણ આપણે સ્વીકારી લીધી છે. એટલે જે આવી દેખીતી બાબતો હોય જયાં કોઇ સાબિતી ન આપવી પડે તેવી બાબતોની કોર્ટે જયુડીશીયલ નોટીશ લે છે અને આ બાબતો ખરી છે તેવુ સ્વીકારી પોનાનો નિર્ણયો કરે છે.
Copyright©2023 - HelpLaw