જેની કોર્ટે જયુડીશ્યલ નોટિશ લેવી જોઇશે એ હકીકતો - કલમ:૫૭

જેની કોર્ટે જયુડીશ્યલ નોટિશ લેવી જોઇશે એ હકીકતો

અદાલત નીચેની હકીકતોની જયુડીશ્યલ નોટીશ લેવી જોઇશે. (૧) ભારતના રાજયક્ષેત્રમાં અમલમાં હોય તે તમામ કાયદા (૨) યુનાઇટેડ કિંગ્ડમની પાલૅ મેન્ટે પસાર કરેલા કે હવે પછી તે પસાર કરે તે જાહેર અધિનિયમો અને યુનાઇટેડ કિંગ્ડમની પાલામેન્ટે જેની જયુડિશિયલ નોટિસો લેવાનો આદેશ કર્યો હોય તેવા તમામ સ્થાનિક અને વ્યકિતગત અધિનિયમો (૩) ભારતના ભૂમિકદળ નૌકાદળ અથવા હવાઇદળ માટેના યુધ્ધના નિયમો (૪) યુનઇટેડ કિંગ્ડમની પાલ મેન્ટેની ભારતની સંવિધાની સભાની સંસદની અને તે સમયે અમલમાં હોય તેવા કાયદા હેઠળ કોઇ પ્રાંતમાં કે રાજયોમાં સ્થાપેલા વિધાન મંડળોની કાયૅવાહીનો ક્રમ (૫) ગ્રેટ બ્રિટન અને આયર્લૅન્ડના સંયુકત રાજયના તે સમયના સમ્રાટના રાજયારોહણ અને તેમની સહી (૬) ઇગ્લેન્ડની અદાલતો જેની જયુડિશિયલ નોટીશ લેતી હોય તેવા તમામ સીલ કેન્દ્ર સરકાર અથવા તાજના પ્રતિનિધિના અધીકારથી સ્થપાયેલી ભારતમાંની તમામ અદાલતો અને ભારત બહારની તમામ અદાલતોની સીલ એડમિરલ્ટી અને દરિયાઇ હકુમતની અદાલતોના અને નોટરી પબ્લિકના સીલ અને સંવિધાનની અથવા યુનાઇટેડ કિંગ્ડમની પાલામેન્ટના અધિનિયમથી અથવા ભારતમાં કાયદાનો પ્રભાવ ધરાવતા અધિનિયમ કે રેગ્યુલેશનથી કોઇ વ્યકિતને જેનો ઉપયોગ કરવાનો અધિકાર આપવામાં આવ્યો હોય તેવા તમામ સીલ (9) કોઇ રાજયમાં તે સમયે જાહેર હોદ્દા ઉપર હોય એ વ્યકિતઓની તે હોદ્દા ઉપર નિમણૂક કોઇ રાજપત્રમાં જાહેર કરવામાં આવી હોય તો તેમણે હોદ્દો સંભાળ્યાની હકીકત તેમના નામો ખિતાબો તેમણે કરવાના કાર્યો અને તેમની સહીઓ (૮) ભારત સરકારે માન્ય દરેક રાજય અથવા સમ્રાટનાં અસ્તિત્વની સંજ્ઞાઓ અને રાષ્ટ્રધ્વજ (૯) સમયના ભાગ પૃથ્વીના ભૌગોલિક વિભાગ અને રાજપત્રમાં જાહેર કરેલા તહેવારો વ્રતો અને રજાઓ (૧૦) ભારત સરકારના આધિપત્ય નીચેના રાજયપત્રો (૧૧) ભારત સરકાર અને બીજા રાજય કે લોકો વચ્ચે લડાઇનો આરંભ તેનું ચાલું હોવુ અને તેનો અંત (૧૨) અદાલતના સભ્યો અને અધિકારીઓનો અને તેમના નાયબ અને તાબાના અધિકારીઓ અને મદદનીશોના તેમજ અદાલતની કામગીરી હુકમનો અમલ કરનારા તમામ અધિકારીઓના અને તમામ એડવોકેટો એટનીઓ પ્રોકટરો વકીલો પ્લીડરો અને અદાલત સમક્ષ ઉપસ્થિત રહેવા કે કામકાજ કરવા કાયદાથી અધિકૃત અન્ય વ્યકિતઓના નામ (૧૩) જમીન ઉપર અથવા સમુદ્રમાં માગૅ માટેના નિયમો આ તમામ બાબતોમાં તેમજ પ્રજાનો ઇતિહાસ સાહિત્ય વિજ્ઞાન કે કલાની તમામ બાબતોમાં યોગ્ય સંદર્ભમાં ગ્રંથો અથવા દસ્તાવેજોની મદદ લઇ શકાશે. અદાલતને કોઇ વ્યકિત તરફથી હકીકતની જયુડીશ્યલ નોટીશ લેવાનુ કહેવામાં આવે તો પોતે તેમ કરી શકે તે માટે પોતાને જરૂરી લાગે તેવું પુસ્તક કે દસ્તાવેજ તે વ્યકિત રજૂ ન કરે ત્યાં સુધી અદાલત તેમ કરવાનો ઇન્કાર કરી શકશે. ઉદ્દેશ્યઃ- આ કલમમાં ૧ થી ૧૩ મુજબની હકીકતો બાબતે કોટૅ જયુડીશીયલ નોટીશ લેવાની રહેશે અને આ જયુડીશીયલ નોટીશ લેવા માટે કોઇ મદદની જરૂર હોય તો જાહેર પ્રજાનો ઇતીહાસ સાહિત્ય વિજ્ઞાન કે કળા સંબંધેના પુસ્તકો કે દસ્તાવેજોનો રેફરન્સ તરીકે ઉપયોગ કરી શકશે. પરંતુ કોઇ વ્યકિત કોઇ બાબતની જયુડીશીયલ નોટીશ લેવાનું જણાવે તેને આ જયુડીશીયલ નોટીશ લેવા માટે કોર્ટે આ બાબત માટે જરૂરી પુસ્તકો અને દસ્તાવેજો રેફરન્સ તરીકે મંગાવી શકશે જો વ્યકિત આ સમાગ્રીઓ પૂરી ન પાડે તો કોર્ટે આવી બાબતની જયુડીશીયલ નોટીશ લેવાનો ઇન્કાર કરી શકશે.