
સ્વીકારેલી હકીકતો સાબિત કરવાની જરૂર નથી
કોઇ કાયૅવાહીમાં તેના પક્ષકારોના એજન્ટો જેને સુનાવણી વખતે સ્વીકારવા સહમત થાય તેવી અથવા સુનાવણી પહેલા પોતાની સહીવાળા લખાણથી જેને સ્વીકારવા તેઓ સહમત થાય તેવી અથવા અમલમાં હોય તેવા કોઇ પ્લીડીંગના નિયમ મુજબ પ્લીડીંગથી જે સ્વીકારેલ છે એમ ગણાય તેવી હકીકત સાબિત કરવાની જરૂર નથી. પરંતુ કોર્ટે સ્વીકારેલી હકીકતોને એવી સ્વીકૃતિઓ સિવાયની રીતે સાબિત કરવાનુ પોતાની વિવેકબુધ્ધિ અનુસાર કુમાવી શકશે. ઉદ્દેશ્ય - આ કલમમાં જણાવ્યા પ્રમાણે દિવાની કે ફોજદારીની કોર્ટમાં કાર્યરીતિ ચાલતી હોવાની પૂર્વશરત છે આ કાર્યરીતિમાં ત્રણ પરિસ્થિતિઓની આ કલમમાં ચર્ચા કરી છે જેમા આ ત્રણ પરીસ્થિતિઓમાં આવતી સ્વીકારાયેલી હકીકતોને સાબિત કરવાની જરૂરત રહેતી નથી. (૧) કાં હકીકત પક્ષકારો કે તેમના એજન્ટોએ સુનાવણી વખતે સ્વીકારવાની સંમતિ આપી હોય (૨) સુનાવણી પહેલા કોઇ હડીન સ્વીકારવા બાબતે સંમતિપૂર્વકની સહીઓ કરી હોય (૩) જે તે સમયના અમલી પ્લીડીંગના નિયમોઅનુસાર પ્લીડીંગની કોઇ વસ્તુઓ સ્વીકારી લીધાની ગણાય આમ હોવા છતા પણ કોર્ટે પોતાની શુધ્ધબુધ્ધિ અનુસાર આ એડમીટ કરેલી બાબતો જે તે પક્ષકારને સાબિત કરવાનું કહી શકશે. ટિપ્પણીઃ- કોઇપણ દિવાની દાવો કોઇ વાદી કોટૅમાં નોંધાવે પછી પ્રતિવાદીએ આ દાવાનો લેખિત જવાબ આપવાનો થાય છે આ લેખિત જવાબમાં પ્રતિવાદી (૧) કોઇ ચોકકસ દાવાની બાબતો સ્વીકારી લે છે. (૨) અમુક બાબતોને સ્પષ્ટ રીતે નકારે છે પરંતુ (૩) કોઇક એવી બાબતો હોય છે કે જે બાબતે પ્રતિવાદી નકારતો નથી. આવા સંજોગોમાં કોર્ટે એવુ માની લે છે કે પ્રતિવાદીએ નકાયૅ । વગરની જે તે હકીકતો સ્વીકાર કરી લીધી છે પ્રતિવાદીએ ભલે કોઇ બાબતો સીધી રીતે સ્વીકારી હોય તે નકાયૅ । વગરની ભલે અમુક બાબતોનુ સ્વીકાયૅ નુ ગણ્યુ હોય તો પણ કોર્ટ પોતાની શુધ્ધબુધ્ધિ અનુસાર આ સ્વીકારેલી વસ્તુઓની સાબિતી માગી શકે છે અત્રે એ યાદ રાખવું જરૂરી છે કે જે પણ દસ્તાવેજો પ્રતિપક્ષે સ્વીકાર્ય । હોય અને તેને ક પડયા હોય તેનો મતલબ એ નથી આ દસ્તાવેજી બાબતોની વિગતો સાબિત કરવાની થતી નથી.
Copyright©2023 - HelpLaw