
મૌખિક પુરાવાથી હકીકતો સાબિત કરવા બાબત
દસ્તાવેજોના અથવા ઇલેકટ્રોનિક રેકોડૅના મજકુર સિવાય તમામ હકીકતો મૌખિક પુરાવાથી સાબિત કરી શકાશે. ઉદ્દેશ્યઃ- આ કલમ સ્પષ્ટ કરે છે કે દસ્તાવેજની વિગતો મૌખિક પુરાવાથી સાબિત કરી શકાશે નહી. પરંતુ તે સિવાયની બીજી તમામ હકીકતો મૌખિક પુરાવાથી સાબિત કરી શકાશે. ટિપ્પણી:- અહીં જે શબ્દ ઉપર વજન મુકવામાં આવ્યું છે તે મૌખિક પુરાવો ઉપર છે આ મૌખિક પુરાવાની વ્યાખ્યા કલમ ૩ પ્રમાણે તમામ કથનો કે જે તપાસ સંબંધી હકીકત બાબતે કોટૅ સાક્ષીઓને કહેવાની પરવાનગી આપે અથવા તેમ કરવા ફરમાવે તો આ કથનોને મૌખિક પુરાવો કહેવાય છે દસ્તાવેજમાં જે વિગતો હોય તે સિવાયની વિગતો આ મૌખિક પુરાવાથી સાબિત થઇ શકે આ કલમમાં દસ્તાવેજી વિગતો મૌખિક પુરાવાથી સાબિત થઇ શકે નહી. તેવુ જણાવેલ છે પરંતુ કલમ ૬૫ (સી)માં અસલ દસ્તાવેજ ગુમ થયો હોય કે ન મળી શકે તેમ હોય તો તેની વિગતો આપવા બાબતે સેકંડરી મૌખિક પુરાવો આપવાનું પ્રાવધાન છે તેવી જ રીતે કલમ ૯૧ માં સ્પષ્ટીકરણ ૩ માં મૌખિક પુરાવો આપવાનું પ્રાવધાન છે. તેવી જ રીતે કલમ ૯૨માં પ્રોવીઝો (૩) અને (૪) માં મૌખિક પુરાવાનું પ્રાવધાન કરેલ છે.
Copyright©2023 - HelpLaw