મૌખિક પુરાવો પ્રત્યક્ષ હોવો જોઇએ - કલમ:૬૦

મૌખિક પુરાવો પ્રત્યક્ષ હોવો જોઇએ

બધા જ સંજોગોમાં મૌખિક પુરાવો પ્રત્યક્ષ હવા જોઇશે, એટલે કે – તે પુરાવો કોંઇ જોઇ શકાતી તેવી હકીકત સંબંધી હોય તો પોતે તે હકીકત જોઇ છે એમ કહેતો હોય તે સાક્ષીનો પુરાવો હોવો જોઇશે. તે પુરાવો કોઇ સાંભળી શકાતી હોય તેવી હકીકત સંબંધી હોય તો પોતે તે હકીકત સાંભળી છે એમ કહેતો હોય તે સાક્ષીનો તે પુરાવો હોવો જોઇશે. તે પુરાવો બીજી કોઇ ઇન્દ્રિય દ્રારા કે બીજી કોઇ રીતે જેનું જ્ઞાન થઇ શકતું હોય તેવી હકીકત સબંધી હોય તો પોતાને તે ઇન્દ્રિય દ્રારા અથવા તે રીતે તે હકીકતનું જ્ઞાન થયું છે એમ કહેતો હોય તે સાક્ષીનો પુરાવો હોવો જોઇશે. તે કોઇ અભિપ્રાય સંબંધી અથવા તે અભિપ્રાય ધરાવવાના કારણો સબંધી હોય તો તે કારણસર તે અભિપ્રાય ધરાવતી વ્યકિતનો પુરાવો હોવો જોઇશે. પરંતુ સામાન્ય રીતે વેચવા માટે મૂકેલા કોઇ ગ્રંથનો કર્તા મૃત્યુ પામ્યો હોય અથવા મળી આવતો ન હોય અથવા પુરાવો આપવા અશકિતમાન હોય અથવા ન્યાયાલય ગેરવાજબી ગણે તેટલા વિલંબ અથવા ખચૅ સિવાય તેને સાક્ષી તરીકે બોલાવી શકાતો ન હોય તો તેમા વ્યકત થયેલા નિષ્ણાંતોના અભિપ્રાયો અને તે અભિપ્રાય ધરાવવાનાં કારણો તે પુસ્તક રજૂ કરીને સાબિત કરી શકાશે. વધુમાં મૌખિક પુરાવો, દસ્તાવેજ સિવાયની કોઇ ભૌતિક વસ્તુના અસ્તિત્વ અથવા સ્થિતિ સબંધી હોય અને અદાલતને યોગ્ય લાગે તો તે પોતે નિરિક્ષણ કરવા માટે તે વસ્તુને જ રજૂ કરવાનું ફરમાવી શકશે. ઉદ્દેશ્યઃ- આ કલમ બિલકુલ સ્પષ્ટ કરે છે કે જે સાક્ષી કોટૅ સમક્ષ આવે તેણે જે પણ હકીકત જે બનાવ અંગે કહેવી હોય તે તેની પ્રતયક્ષની હોવી જોઇએ. બીજા દ્રારા કહેલી હકીકત તે હોવી જોઇએ નહી. આ કલમમાં એ સ્પષ્ટતા કરવામાં આવી છે કે (૧) જે હકીકત જોઇ શકાય તેવી હોય તો તે જોયેલી હકીકતની જે સાક્ષીએ જોઇ હોય તેણે જ કોર્ટ સમક્ષ જબાની આપવી જોઇએ. (૨) તેવી જ રીતે જે હકીકત સાંભળી શકાય તેવી હોય તે સાંભળનાર વ્યકિતએ કોર્ટ સમક્ષ જુબાની આપવી પડશે. (૩) તેવી જ રીતે કોંધ હકીકત સમજી શકાય તેવી હોય તે જ ઇન્દ્રીયોથી અથવા બીજી કોઇ રીતે તે સમજી શકાય તેવી હોય તો તેજ સમજનાર વ્યક્તિએ આ બાબતની જુબાની આપવી પડશે. (૪) અભિપ્રાય ધરાવતી વ્યક્તિએ જ અભિપ્રાય શાના ઉપર આધારિત છે. તેના કારણો સહિત જુબાની આપવા. (૫) તેવી જ રીતે કોઇ ગ્રંથમાં કોઇ નિષ્ણાંતનો અભિપ્રાય ટાંકવામાં આવેલા હોય અને આ ગ્રંથના લેખક મૃત્યુ પામેલા હોય કે મળી શકે તેમ ન હોય કે અશકિતમાન થયા હોય કે વિલંબ અને ખચૅ । વગર કોટૅમાં આવી શકે તેમ ન હોય તો આ ગ્રંથને જ કોટૅમાં રજૂ કરવો પડશે. (૬) વધુમાં મૌખિક પુરાવો દસ્તાવેજ સિવાયની કોઇ ભૌતિક વસ્તુના અસ્તિત્વ અથવા સ્થિતિ સંબંધી હોય તો કોટૅ પોતાના નિરિક્ષણ માટે તે વસ્તુ રજૂ કરવાનુ ફરમાવી શકશે. આવા પુરાવાને રીયલ એવીડેન્સ તરીકે પણ ઓળખાય છે. ઉપરની બાબતોથી એ સ્પષ્ટ થાય છે કે કોટૅ પ્રાતયક્ષ પુરાવા ઉપર જ આધાર રાખે છે અને હીયરસે કાટીસુની બાનો ઉપર આધાર રાખતી નથી.