દસ્તાવેજોના મજકુરની સાબિતી - કલમ:૬૧

દસ્તાવેજોના મજકુરની સાબિતી

દસ્તાવેજોના મજકૂર પ્રાથમિક અથવા ગૌણ પુરાવાથી સાબિત કરી શકાશે. ઉદ્દેશ્યઃ- કલમ ૩ માં જે દસ્તાવેજોની વ્યાખ્યા આપી છે. તે દસ્તાવેજોની વિગતો પ્રાથમિક અથવા ગૌણ પુરાવાથી સાબિત કરવાનુ આ કલમમાં પ્રાવધાન છે પરંતુ અહી એ યાદ રાખવું જરૂરી છે કે પ્રાથમિક પુરાવો અને ગૌણ પુરાવો ના દરજજા સરખા નથી. પુરાવાના નિયમ પ્રમાણે બેસ્ટ એવીડેન્સ રજૂ કરવાનો થાય છે અને આ બેસ્ટ એવીડેન્સ પ્રથમિક પુરાવો છે. પ્રાથમિક પુરાવો મેળવવામાં અસફળતા મળે ત્યારે પછી જ આ સેકન્ડરી પુરાવાની બાબત ધ્યાને લેવાય છે.