
પ્રાથમિક પુરાવો
પ્રાથમિક પુરાવો એટલે અદાલતના નિરીક્ષણ માટે રજૂ થયેલો હોય તે દસ્તાવેજ સ્પટીકરણઃ-૧ કોઇ દસ્તાવેજ જુદા જુદા ભાગોમાં થયો હોય ત્યારે તેનો દરેક ભાગ તે દસ્તાવેજ નો પ્રાથમિક પુરાવો છે. કોઇ દસ્તાવેજ પરસ્પર સામાલેખોના રૂપમાં થયો હોય અને દરેક સામો લેખ એક અથવા અમુક પક્ષકારોએ કરી આપ્યો હોય ત્યારે જેમણે તે કરી આપ્યો હોય, તયારે જેમણે તે કરી આપ્યો હોય તે પક્ષકારો વિરૂધ્ધ તે સામો લેખ પ્રાથમિક પુરાવો છે. સ્પીકર મુદ્રણ લીયોગ્રાફી અથવા ફોટોગ્રાફીની જેમ એકસરખી ક્રિયા વડે ઘણા દસ્તાવેજો કરવામાં આવ્યા હોય ત્યારે એક દસ્તાવેજ બીજા તમામ દસ્તાવેજોના મજકુરનો પ્રાથમિક પુરાવો છે પણ તે તમામ દસ્તાવેજો એક જ અસલ દસ્તાવેજની નકલો હોય ત્યારે અસલ દસ્તાવેજના મજકૂરનો તે પ્રાથમિક પુરાવો નથી. કોઇ વ્યકિત પાસે એક અસલ પ્લેકાડૅ ઉપરથી એકી વખતે છાપેલો ઘણાં પ્લેકાડી છે એમ જણાવવામાં આવે છે. તેમાનું કોઇ પણ પર્ટીકાર્ડ બીજા કોઇ પ્લેકાર્ડના મજકુરની પ્રાથમિક પુરાવો છે. પણ તેમાં કોઇ પ્લેકાર્ડ અસલ પ્લેકાર્ડના મજકુરનો પ્રાથમિક પુરાવો નથી. ઉદ્દેશ્ય આ કલમ પ્રમાણે (૧) દસ્તાવેજ સ્વયં કોર્ટ સમક્ષ રજૂ કરવો તેને પ્રાથમીક પુરાવો કહેવાયો. (૨) દસ્તાવેજ જયારે પ્રતિરૂપે બનાવેલો હોય ત્યારે જે વ્યકિતએ આ પ્રતિરૂપ બનાવેલો હોય તેની સામે આ પ્રતિરૂપ પ્રાથમિક પુરાવો બને છે. (૩) એક જ કોપીને મણ લીોગ્રાફી કે ફોટોગ્રાફીથી એક સરખી કોપીઓ કાઢવામાં આવે ત્યારે દરેક કોપી અનય કોપીની વિગતોનો પ્રાથમિક પુરાવો બને છે, પરંતુ અસલ કોપીની આ બધી જ કોપીઓ પ્રાથમિક પુરાવો બનતી નથી.
Copyright©2023 - HelpLaw