ગૌણ પુરાવો - કલમ:૬૩

ગૌણ પુરાવો

ગૌણ પુરાવાનો અથૅ નીચે પ્રમાણે છે અને તેમા નીચેનાનો સમાવેશ થાય છે. (૧) આમા હવે પછી આવતી જોગવાઇઓ હેઠળ આપેલી પ્રમાણિત નકલો (૨) જેનાથી આપોઆપ ખરી નકલો નીકળતી હોય તેવી યાંત્રિક પ્રક્રિયાઓ વડે અસલ ઉપરથી કરેલી નકલો અને એવી નકલો સાથે મેળવેલી નકલો (૩) અસલ ઉપરથી કરેલી નકલો અથવા અસલ સાથે મેળવેલી નકલો (૪) જેમણે તે કરી આપ્યા ન હોય તે પક્ષકારો વિરૂધ્ધ દસ્તાવેજોના સામા લેખો (૫) કોઇ દસ્તાવેજ જોતા જોનારી વ્યકિતએ તેના મજકૂરની આપેલી મૌખિક વિગતો ઉદ્દેશ્યઃ- આ કલમ ગૌણ પુરાવા શી રીતે બને છે તે બાબતો જણાવે છે. મુદ્રણમાં એકથી અનેક કોપીઓ જે અસલ જેવી જ નીકળે છે અને ચોકકસ હોય છે આ નકલો અસલ નો ગૌણ પૂરાવો બને છે. તેવી જ રીતે અસલ કોપી ઉપરથી ટુકોપીઓ અસલનો ગૌણ પુરાવો બને છે. બે પક્ષકારો એકબીજાની સહીઓ અલગ અલગ દસ્તાવેજોમાં કરી પોતાની સહીવાળો પ્રતિરૂપ દસ્તાવેજ સામાવાળાને આપે ત્યારે આ પ્રતિરૂપે જે પક્ષકારો સહી કરી હોય તેના વિરૂધ્ધ પુરાવો બને છે. અને પ્રતિપક્ષ માટે તે ગૌણ પુરાવો બને છે. કારણ કે આ પ્રતિરૂપ દસ્તાવેજ તેમણે બનાવેલો હોતો નથી. વધુમાં કોઇ વ્યકિતએ દસ્તાવેજની વિગતો જોઇ હોય અને તે આ વિગતોનું વૃતાંત તેની જુબાની દ્રારા આપે તો તે જુબાની દસ્તાવેજની વિગતનો ગૌણ પુરાવો બને છે.