પ્રાથમિક પુરાવાથી દસ્તાવેજોની સાબિતી - કલમ:૬૪

પ્રાથમિક પુરાવાથી દસ્તાવેજોની સાબિતી

હવે પછી જણાવેલા દાખલાઓ સિવાય દસ્તાવેજો પ્રાથમિક પુરાવાથી સાબિત કરવા પડશે. ઉદ્દેશ્યઃ- પ્રાથમિક પુરાવાની વ્યાખ્યા કલમ ૬૨માં આપેલી છે. એટલે કલમમાં સ્પષ્ટતા કરી છે કે કોઇ દસ્તાવેજની સાબિતી કરવાની થાય તો તે મૂળ દસ્તાવેજ જ કોટૅ સમક્ષ રજૂ કરી સાબિત કરવો પડશે. ટિપ્પણીઃ- પ્રાથમિક પુરાવાનું મૂળ કયાં છે પુરાવા અધિનિયમ પ્રમાણે કોટૅ સમક્ષ સારામાં સારો પુરાવો રજૂ કરવાનો થાય છે. સારામાં સારા પુરાવાની જગ્યાએ કોઇ બીજો પુરાવો રજૂ કરવામાં આવે તો તે સારામાં સારા પુરાવાનો ગૌણ પુરાવો બની જાય છે.