જેમા દસ્તાવેજો સંબંધી ગૌણ પુરાવો આપી શકાય તેવા સંજોગો - કલમ:૬૫

જેમા દસ્તાવેજો સંબંધી ગૌણ પુરાવો આપી શકાય તેવા સંજોગો

નીચેના સંજોગોમાં કોઇ દસ્તાવેજના અસ્તિત્વનો તેની સ્થિતિનો અથવા તેના મજકુરનો ગૌણ પુરાવો આપી શકાશે. (એ) જયારે એવું દર્શાવવામાં આવે અથવા જણાય કે અસલ દસ્તાવેજ જેની વિરૂધ્ધ તે સાબિત કરવા ધાર્યું । હોય તે વ્યકિતના અથવા જેને અદાલતનો કામગીરી હુકમ પહોંચે તેમ ન હોય અથવા તે હુકમને જે આધીન ન હોય તેવીવ્યક્તિના અથવા તે દસ્તાવેજ રજૂ કરવા કાયદેસર બંધાયેલી વ્યકિતના કબજા અથવા કાબૂમાં છે. અને કલમ ૬૬માં જણાવેલી નોટીશ મળ્યા પછી, તે વ્યકિત તે દસ્તાવેજ રજૂ ન કરે ત્યારે (બી) જયારે જેના વિરૂધ્ધ તે સાબિત કરવાનો હોય તે વ્યકિતએ અથવા તેના હિત પ્રતિનિધિએ તેનાઅસ્તિત્વનો તેની સ્થિતિનો અથવા તેના મજકુરનો લેખિત સ્વીકાર કર્યાનું સાબિત થયું હોય ત્યારે (સી) જયારે અસલ દસ્તાવેજનો નાશ થયો હોય અથવા તે ખોવાઇ ગયો હોય અથવા તેના મજકુરનો પુરાવો આપવા માગતો પક્ષકાર તેની પોતાની કસૂર અથવા બેદરકારીથી ઉદભવેલુ ન હોય એવા બીજા કોઇ કારણસર વાજબી સમયમાં તેને રજૂ કરી શકે નહિ ત્યારે (ડી) જયારે અસલ દસ્તાવેજ સહેલાઇથી ખસેડી શકાય નહિ એવા પ્રકારનો હોય ત્યારે (૪) જયારે અસલ દસ્તાવેજ કલમ ૭૪ના અથૅ મુજબ જાહેર દસ્તાવેજ હોય ત્યારે (એફ) જયારે અસલ દસ્તાવેજ એવો હોય કે આ અધિનિયમથી અથવા ભારતમાં અમલમાં હોય તેવા બીજા કોઇ કાયદાથી તેની પ્રમાણિત નકલ પુરાવામાં આપવાની પરવાનગી આપવામાં આવી હોય તયારે (જી) જયારે અસલ દસ્તાવેજો જેને અદાલતમાં સરળતાપૂર્વક તપાસી શકાય તેમ ન હોય એવા અનેક હિસાબ અને દસ્તાવેજો રૂપે હોય અનેં સાબિત કરવાની હકીકત તેના સમગ્ર જથ્થાનું સામાન્ય પરિણામ જ હોય ત્યારે (એ) (સી) અને (ડી) માં જણાવેલા સંજોગોમાં તે દસ્તાવેજના મજકુરનો ગૌણ પુરાવો ગ્રાહય છે. (બી) માં જણાવેલ સંજોગોમાં લેખિત સ્વીકૃત ગ્રાહય છે (ઇ) અથવા (એફ)માં જણાવેલા સંજોગોમાં દસ્તાવેજો તપાસવામાં કુશળ હોય અને જેણે એ દસ્તાવેજો તપાસ્યા હોય તે વ્યકિત દ્રારા દસ્તાવેજોના સામાન્ય પરિણામ વિશેનો પુરાવો આપી શકાશે. ઉદ્દેશ્ય: આ કલમમાં કુલ દશ સંજોગો બતાવેલો છે, જયાં ગૌણ પુરાવો રજૂ કરી શકાય આમા (એ) સી અને (ડી) બાબતેના દસ્તાવેજોની વિગત કલમમાં જણાવેલા સંજોગો આધારિત ગૌણ પુરાવો ગ્રાહય બને છે. (એ) પ્રમાણે (૧) જે વ્યકિત વિરૂધ્ધ આ દસ્તાવેજ રજૂ કરવાનો છે તે વ્યકિતના કબજામાં છે. (૨) જે વ્યકિતને કોર્ટની કામગીરીનો હુક્મ પહોંચી શકે તેમ ન હોય (૩) વ્યક્તિ કે જે કોર્ટનો હુકમ માનવાને આધિન ને હોય (૪) દસ્તાવેજરજૂ કરવા કાયદેસર કોઇ વ્યકિત બંધાયેલી હોય. આવી વ્યકિતઓને કલમ ૬૬ અનુસાર નોટીશ આપવાં છતાંયે જયારે દસ્તાવેજ રજૂ ન કરે ત્યારે આવા સંજોગોમાં આ દસ્તાવેજ બાબતે ગૌણા પુરાવો રજૂ કરી શકાય (સી) જયારે અસલ દસ્તાવેજનો નાશ કરવામાં આવ્યો હોય કે ખોવાઇ ગયેલ હોય અને આ દસ્તાવેજની વિગતોનો પુરાવો આપનાર વ્યકિત આ નાશ કરવા કે ખોવાઇ જવા માટે જવાબદાર ન હોય ત્યારે આવા દસ્તાવેજનો ગૌણ પુરાવો આપી શકાય છે. (ડી) જયારે અસલ વસ્તુ કે દસ્તાવેજ એવા પ્રકારનો હોય કે તે સહેલાઇથી ખસેડી શકાય તેમ ન હોય આવા સંજોગોમાં ગૌણ પુરાવો આપી શકાય આમ ઉપર જણાવેલ કુલ છ સંજોગોમાં ગૌણ પુરાવો ગ્રાહય બને છે, લેખીત સ્વીકૃતિ – (બી) જે પક્ષકાર વિરૂધ્ધ આ દસ્તાવેજ સાબિત કરવાનો છે તે પક્ષકાર કે તનો હિતપ્રતિનિધિ આ દસ્તાવેજ અને તેની વિગતોનો લેખીત સ્વીકાર કરે આવા સંજોગોમાં લેખિત સ્વીકૃતિ અસલ દસ્તાવેજની જગ્યાએ પુરાવામાં ગ્રાહય બને છે. (ઇ) અને (એફ) જયારે દસ્તાવેજ જાહેર પ્રકારનો હોય અને ભારતીય અધિનિયમથી તેની નકલ પુરાવામાં આપવાની પરવાનગી આપવામાં આવી હોય ત્યારે અસલ દસ્તાવેજ રજૂ કરવાના થતા નથી. (જી) જયાં દસ્તાવેજો ખૂબ જ મોટા હોય ત્યારે આવા દસ્તાવેજો તપાસનાર કુશળ વ્યકિતની દસ્તાવેજોના સામાન્ય પરીણામો વિષેનો કોર્ટ સમક્ષનો પુરાવો જે ગૌણ પુરાવો છે તે ગ્રાહય બને છે. ઉપરની કલમ જોતા એ સ્પષ્ટ થાય છે કે કલમ ૬૪માં હવે પછી જણાવેલા કેસો નો આ કલમ ખૂલાસો બને છે. અને સ્પષ્ટતા કરે છે કે જયારે ૬૪ અનુસાર પ્રાથમિક પુરાવો ન આપી શકાયો હોય ત્યારે કેવા સંજોગોમાં કલમ ૬૫ અનુસાર ગૌણ પુરાવો આપી શકાય,