ઇલેકટ્રોનિક રેકોર્ડને ગ્રાહતા - કલમ:૬૫(બી)

ઇલેકટ્રોનિક રેકોર્ડને ગ્રાહતા

(૧) આ અધિનિયમમાં ગમે તે મજકુર હોય તે છતા કોમ્પ્યુટર દ્રારા રજૂ કરેલ ઓપ્ટીકલ અથવા મેગ્નેટીક માધ્યમ (જેનો આમા હવે પછી કોમ્પ્યુટર આઉટ પુટ તરીકે ઉલ્લેખ કર્યો છે તે) માં કાગળ ઉપર છાપેલ સંગ્રહેલ નોંધેલ અથવા નકલ કરેલ હોય તેવા ઇલેકટ્રોનિક રેકોડૅમાંથી કોઇપણ માહિતી દસ્તાવેજ તરીકે ગણાશે. પરંતુ આ કલમમાં જણાવેલી શરતોનું માહિતી અને કોમ્પ્યુટરના પ્રશ્ન સબંધી પાલન કરવામાં આવ્યુ હોવું જોઇએ અને જેનો પ્રત્યક્ષ પુરાવો ગ્રાહય ગણી શકાય તેવા અસલ અથવા તેમા જણાવેલ કોઇ હકીકતની કાઇ પણ વિગતોના પુરાવા તરીકે અસલની વધુ સાબિતી અથવા રજૂઆત સિવાય કોઇ પણ કાયૅવાહીમાં ગ્રાહય ગણાશે. (૨) કોમ્પ્યુટર આઉટપુટના સંબંધમાં પેટા – કલમ (૧)માં ઉલ્લેખેલ શરતો નીચે પ્રમાણે છે. (એ) માહિતીમાં જણાવેલી કોમ્પ્યુટર આઉટ પુટ, નિયમિત કોમ્પ્યુટર વાપર્યું હોય તેટલી મુદત દરમ્યાન કોમપ્યુટરના ઉપયોગ ઉપર જે વ્યકિત કાયદેસર નિયંત્રણ ધરાવતો હોય તે વ્યકિત દ્રારા તે મુદત ઉપરાંત નિયમિત કરવામાં આવતી કોઇપણ પ્રવૃતિના હેતુ માટે માહિતી સંગ્રહવા અથવા તેની પ્રક્રિયા કરવા માટે કોમ્પ્યુટર દ્રારા રજૂ કરી હતી. (બી) સદરહુ મુદત દરમ્યાન એવી રીતે જણાવેલી માહિતી જે સ્વરૂામાં મળી હોય તેવા ઇલેકટ્રોનિક ફોમૅમાં જણાવેલ પ્રકારની અથવા તેવા પ્રકારની માહિતી નિયમિત રીતે સદરહુ પ્રવૃતિના સામાન્ય ક્રમમાં કોમ્પ્યુટરમાં ભરવામાં આવી હતી. (સી) સદરહુ મુદતના સમગ્ર મહત્વના ભાગ દરમિયાન કોમ્પ્યુટર યોગ્ય રીતે ચલાવાતું હતુ અથવા ચલાવાતુ ન હોય તો જે મુદતમાં તે યોગ્ય રીતે ચલાવાતુ ન હોય તે મુદતના સંબંધમાં અથવા તે મુદતના ભાગ દરમ્યાન ચલાવાતુ બંધ હતું તેવી વિગતોના ઇલેકટ્રોનિક ફોમૅ અથવા ચોકકસતાને અસર થાય તેવી રીતે ન હતી અને (ડી) ઇલેકટ્રોનિક રેકોડૅમાં જણાવેલી માહિતી ફરી રજૂ કરી હતી અથવા સદરહુ પ્રવૃતિના સામાન્ય ક્રમમાં કોમ્પ્યુટરમાં ભરેલી આવી માહિતીમાંથી મળી હોય પણ મુદત ઉપરાંત પેટા કલમ (૨)ના ખંડ (એ) માં જણાવ્યા પ્રમાણે તે મુદત ઉપરાંત નિયમિત કરેલી કોઇ પણ (૩) કોઇ પ્રવૃતિનાં હેતુ માટે માહિતી સંગ્રહવાનું અથવા પ્રક્રિયા કરવાનુ કાયૅ કોમ્પ્યુગર નિયંત્રીત કરવામાં આવતું હોય ત્યારે પછી ભલે (એ) તે મુદત ઉપરાંત ચલાવતા કોમ્પ્યુટરના જોડાણ દ્રારા અથવા (બી) તે મુદત ઉપરાંત સળંગ ચલાવતા જુદા જુદા કોમ્પ્યુગર દ્રારા અથવા (સી) તે મુદત ઉપરાંત સળંગ ચલાવતા જુદા જુદા કોમ્પ્યુટરોના જોડાણ દ્રારા અથવા (ડી) તે મુદત ઉપરાંત લાગલગાટ ચલાવાનો સમાવેશ થતો હોય તેવી કોઇપણ રીતે એક અથવા વધુ કોમ્પ્યુટરના અને એક અથવા વધુ કોમ્પ્યુટરથી જોડાણના ગમે તે ક્રમમાં હોય. તે મુદત દરમ્યાન તે હેતુ માટે વાપરેલ તમામ કોમ્પ્યુટરો આ કલમના હેતુ માટે એક જ કોમ્પ્યુટર બનતું હોવાનું ગણાશે અને આ કલમમાં કોમ્પ્યુટરના ઉલ્લેખનો અથૅ તદનુસાર કરવો. (૪) કોઇ પણ કાયૅવાહીમાં આ કલમની પ્રમાણપત્ર એટલે કે એ પુરાવામાં કોઇ કથન આપવાનું ઇચ્છે ત્યારે નીચેની કોઇ પણ બાબત કરતું (એ) કથનવાળા ઇલેકટ્રોનિક રેકડૅ ઓળખવા બાબત અને કઇ રીતે તે રજૂ કર્યું હતું તે વણૅવવા બાબત (બી) ઇલેકટ્રોનિક રેકોર્ડ કોમ્પ્યુટર દ્રારા રજૂ કરેલ હતું તેવું દશૅ ાવવાના હેતુ માટે યોગ્ય ગણાય તેવું તે ઇલેકટ્રોનિક ઇલેકટ્રોનિક રેકોડૅના ઉત્પાદનમાં સમાવિષ્ટ કરેલ હોઇ કોઇપણ યુકિતની આવી વિગતો આપવા બાબત. (સી) પેટા કલમ (૨)માં જણાવેલી શરતો જેને લગતી હોય તેવી કોઇપણ બાબતની તજવીજ કરવા કરવા બાબત અને સંબંધિત પ્રવૃતિઓની વ્યવસ્થા અથવા સંબંધિત યુકિત (જે કોઇ યોગ્ય હોય તે) ચલાવવાના સબંધમાં જવાબદાર હોદ્દો ધરાવતી વ્યકિતએ સહી કયૅનું અભિપ્રેત બાબત પ્રમાણપત્રમાં જણાવેલી કોઇ પણ બાબતનો પુરાવો ગણાશે અને આ પેટા કલમના હેતુઓ માટે તે જણાવતી વ્યકિતની ઉતમ જાણ અને માન્યતા મુજબ કહેવાની કોઇપણ બાબત માટે પુરતી ગણાશે. (૫) આ કલમના હેતુઓ માટે (એ) માહિતી કોમ્પ્યુટરને પુરી પાડવાની રહેશે જો તેને કોઇપણ યોગ્ય સ્વરૂપમાં પુરી પાડી હોય તો અને સીધી રીતે અથવા યોગ્ય સાધનો દ્રારા (માનવ હસ્તક્ષેપથી અથવા તે વિના) એવી રીતે પુરી પાડેલ હોય તો આવી મોકલાયેલી માહિતી કોમ્પ્યુટરમાં મોકલાયેલી લેખાશે. (બી) કોઇ પણ હોદેદાર દ્રારા કરેલી પ્રવૃતિ દરમ્યાન તે પ્રવૃતિઓના ક્રમમાં હોય તે સિવાય ચલાવેલ કોમ્પ્યુટર દ્રારા તે પ્રવૃતિઓના હેતુ માટે સંગ્રહવાની અથવા પ્રક્રીયા કરવાની દષ્ટિએ માહિતી પુરી પાડવામાં આવી છે કે કેમ જો તે કોમ્પ્યુટરને યોગ્ય રીતે પૂરી પાડેલી માહિતી તે પ્રવૃતિઓ દરમ્યાન પુરવામાં આવી હોય તો તે પ્રવૃતિ દરમ્યાન મોકલવામાં આવી છે તેમ લેખાશે. (સી) કોમ્પ્યુટર આઉટ પુટ કોમ્પ્યુટર દ્રારા રજૂ કરવાની રહેશે. પછી ભલે તે સીધી રીતે અથવા કોઇ પણ યોગ્ય સાધનો દ્રારા (માનવ હસ્તક્ષેપ સાથે અથવા તે વિના) તેના દ્રારા રજૂ કરી હોય સ્પષ્ટીકરણ:- આ કલમના હેતુઓ માટે બીજી માહિતીમાંથી મેળવી હોય તેવી માહિતીનો કોઇપણ ઉલ્લેખ ગણતરી સરખામણી અથવા બીજી કોઇ પણ પ્રક્રીયા દ્વારા તેમાંથી મેળવી હોય તેનો ઉલ્લેખ ગણવો.