રજૂ કરાવની નોટીશ વીશે નિયમો - કલમ:૬૬

રજૂ કરાવની નોટીશ વીશે નિયમો

કલમ ૬૫ના ખંડ(એ)માં ઉલ્લેખેલા દસ્તાવેજોના મજકુરનો ગૌણ પુરાવો આપી શકાશે નહિ સિવાય કે એવો ગૌણ પુરાવો આપવા માંગતા પક્ષકારે જે પક્ષકારના કબજા કે કાબૂમાં ને દસ્તાવેજ હોય તેને અથવા તેના એટની કે લીડરને તે રજૂ કરવાની કાયદાથી ઠરાવેલી નોટીશ આપી હોય અને જો કાયદાથી નોટીશ આપવાનું ઠરાવ્યું ન હોય તે અદાલત કેસના સંજોગો પ્રમાણે વાજબી ગણાય તેવી નોટીશ અગાઉથી આપી હોય પરંતુ નીચેના સંજોગોમાં અથવા જેમ નોટીશ વિના ચલાવી લેવાનુ અદાલત યોગ્ય ગણે તેવા બીજા દાખલામાં ગૌણ પુરાવો ગ્રાહય પુરાવો ગ્રાહય રાખવા માટે એવી નોટીશ આપવાનું આવશ્યક ગણાશે નહિ. (૧) સાબિત કરવાનો દસ્તાવેજ પોતે જ નોટીશ હોય ત્યારે (૨) કૈસનો પ્રકાર જોના પોતે તે રજૂ કરવું જોઇશે એવું પ્રતિપક્ષી જાણતો હોવો જોઇએ ત્યારે (૩) પ્રતિપક્ષી એ અસલ દસ્તાવેજનાં કપટથી કે બળજબરીથી કબજો મેળવ્યો હોવાનું જણાતું હોય કે એમ સાબિત થયું હોય ત્યારે (૪) અસલ દસ્તાવેજ પ્રતિપક્ષી કે તેના એજનટ પાસે અદાલતમાં હોય ત્યારે (૫) પ્રતિપક્ષી કે તેના એજન્ટે તે દસ્તાવેજ ખોવાઇ ગયાનું સ્વીકાર્યું હોય ત્યારે (૬) જેના કબજામાં તે દરતાવેજ હોય તે વ્યક્તિને અદાલતનો કામગીરી હુકમ પહોંચે તેમ ન હોય અથવા તે હુક્મને આધીન ન હોય ત્યારે ઉદ્દેશ્યઃ ક્લમ ૬૫ એ પ્રમાણેના વિગતો બાબતેના એ ગૌણ પુરાવા રજૂ કરતા પહેલા જે પક્ષકાર આવા ગૌણ પુરાવા રજૂ કરવા માંગતા હોય તેમણે નકકી કરેલા ફોર્મમાં અથવા તે ફોર્મ નકકી કરાયેલું ન હોય તો કોર્ટ જેને યોગ્ય સમજે તે ફોમૅમાં પ્રતિપક્ષ કે તેના એટની કે પ્લીડરને અસલ રજૂ કરવા અંગેની નોટીશ આપવી જોઇરો. પરંતુ કામમાં જણાવેલ (૧) થી (૬ા બાબતેમાં પક્ષકારે આવી નોટીશ આપવાની થતી નથી. આવી નોટીશ આપવાનો ઉદ્દેશ્ય એ છે કે પ્રતિપક્ષને એ ખબર હોવી જોઇએ કે પક્ષકાર કે જેણે નોટીસ આપેલી છે તે જો તેમના તરફથી મોચ્ય પ્રતિભાવ આપવામાં નહી આવે તો ગૌણ પુરાવી તેઓ રજૂ કરશે જે તેમને બાધ રહેશે. બીજો ઉદ્દેય સારામાં સારો પુરાવો રજૂ કરવાનો છે.