રજૂ થયેલા દસ્તાવેજ ઉપર જેણે સહી કયૅાનું અથવા તે લખ્યાનું કહેવાતુ હોય તે વ્યકિતની સહીની અને હસ્તાક્ષરની સાબિતી - કલમ:૬૭

રજૂ થયેલા દસ્તાવેજ ઉપર જેણે સહી કયૅાનું અથવા તે લખ્યાનું કહેવાતુ હોય તે વ્યકિતની સહીની અને હસ્તાક્ષરની સાબિતી

કોઇ દસ્તાવેજ ઉપર કોઇ વ્યકિતએ સહી કયૅાનું કે પૂરો કે અંશતઃ લખ્યાનુ કહેવામાં આવે તો તે સહી અથવા તેના હસ્તાક્ષરમાં લખેલુ હોવાનું કહેવામાં આવતું હોય તેટલા પૂરતો તે દસ્તાવેજ તે વ્યકિતના હસ્તાક્ષરમાં છે એમ સાબિત કરવું પડશે. ઉદ્દેશ્યઃ- (૧) આ કલમમાં દસ્તાવેજ હોવો આશ્યક છે

(૨) તેના ઉપર સહી કે પુરૂં અથવા અંશતઃ લખાણ લખેલું જરૂરી છે.

(૩) આ સહી કે લખાણ જે વ્યકિતએ કરેલ છે તેના જ આ હસ્તાક્ષર છે. તે સાબિત કરવું જ જોઇશે. આ કલમમાં MUST શબ્દ વાપરેલો છે. તેનો અથૅ એ થાય છે કે આવી સાબિતી કક્ષ્ય વગરની સહી કે લખાણ ચોકકસ વ્યકિતએ જ કરેલી છે તે સાબિત થતું નથી. વસિયતનામું આનો એટલે કે આ પ્રકારના દસ્તાવેજનો એક દાખલો છે. ટિપ્પણીઃ- કોઇપણ દસ્તાવેજ બનાવવો તેનો અથૅ એ થાય છે કે તે દસ્તાવેજ ઉપર સહી કરી છે. જરૂરી સીલ ચોઢયું છે. અને પછી તેને યોગ્ય જગ્યાએ (ડીલીવરી કરવામાં આવ્યું છે.