
ડીઝીટલ સિગ્નેચર સંબંધી સાબિતી
નિશ્ર્વિત ડીઝીટલ સિગ્નેચરના કિસ્સા સિવાય કોઇપણ સહી કરનારની ડીઝીટલ સિગ્નેચર ઇલેકટ્રોનિક રેકોડૅ ઉપર લગાડવામાં આવી હોવાનું કહેવાતું હોય તેટલા પૂરતું આવી ડિઝીટલ સિગ્નેચર સહી કરનારની ડિઝીટલ સિગ્નેચર છે તે હકીકત સાબિત કરવી જોઇએ. ઉદ્દેશ્ય:- કલમ ૬૭માં જે વ્યકિતએ કહેવાતી સહી અથવા લખાણ કોઇ દસ્તાવેજ ઉપર કર્યું હોય તે સહી કે લખાણ સાબિત કરવાની ચચૅ છે. આ કલમ ૬૭ એ તે કલમ ૬૭નો માત્ર આગળનો ભાગ છે અને આમા ડીઝીટલ આંકડાવળી સહી જે ગ્રાહકે કરી હોય તેની આ સહી છે. તેવું સાબિત કરવા માટે જણાવેલ છે. ટિપ્પણી:- આંકડાવાળી સહી એટલે કે ડીઝીટલ સીગ્નેચર તે એક ગણિતિય રીતે છે જે કોઇ આંકડાકીય માહિતી કે દસ્તાવેજ પ્રમાણભૂત હોવાનું બતાવે છે યોગ્ય ડીઝીટલ સીગ્નેચર જે વ્યકિતને કોઇ સંદેશો મળેલો તે વ્યકિતને વિશ્ર્વાસ આપે છે કે આ સંદેશો કોઇ પ્રમાણભૂત અને ના પાડી ન શકાય તેવો છે. અને સંદેશો વચગાળાના સમયમાં ફેરફાર કરાયો નથી. ડીઝીટલ સીગ્નેચર સામાન્ય રીતે સોફટવેર વહેંચણી કે નાણાંકીય વ્યવહારો અને જયાં કપટ કે હેરાફેરી થવાના સંજોગો હોય તેનાથી બચવા ત્યાં ઉપયોગ થાય છે.
Copyright©2023 - HelpLaw