
જેના ઉપર સાખ હોવાનું કાયદા મુજબ આવશ્યક હોય તે દસ્તાવેજ થયાની હકીકતની સાબિતી
કોઇ દસ્તાવેજ ઉપર સાખ કરવાનું કાયદા મુજબ આવશ્યક હોય અને સાખ કરનાર કોઇ સાક્ષી હયાત હોય અને અદાલતના કામગીરી હુકમને અધીન હોય અને પુરાવો આપવને શકિતમાન હોય તો તે દસ્તાવેજ થયાની હકીકત સાબિત કરવાના હેતુ માટે સાખ કરનાર પૈકી ઓછામાં ઓછા એક સાક્ષી બોલાવવામાં આવે નહિ ત્યાં સુધી તે દસ્તાવેજનો પુરાવા તરીકે ઉપયોગ કરી શકાશે નહીં. પરંતુ જે વસિયતનામું ન હોય અને ઇન્ડિયન રજીસ્ટ્રેશન એકટ ૧૯૦૯ ની જોગવાઇઓ અનુસાર જેને નોંધાવ્યો હોય તેવો કોઇ દસ્તાવેજ થયાની હકીકત સાબિતીમાં કોઇ સાખ કરનાર સાક્ષીને બોલાવવાની જરૂર રહેશે નહિ. સિવાય કે જેણે તે કરી આપ્યાનું તે દસ્તાવેજ ઉપરથી અભિપ્રેત થતું હોય તે વ્યકિત તે કરી આપ્યાનો સ્પષ્ટ ઇન્કાર કર્યું હોય (સન ૧૯૨૬ના ૩૧માં એકટથી આ પરંતુક ઉમેરેલ છે. - આ કલમ બે ભાગમાં વહેંચાયેલી છે. પહેલા ભાગમાં દસ્તાવેજ કરેલો હોવો જોઇએ. આ દસ્તાવેજ ઉપર કાયદાનુસાર સાખ કરેલી હોવી જોઇએ. કોટૅમાં પુરાવા તરીકે આ દસતાવેજને ગ્રાહય કરાવવા માટે જો આ સાખ કરનારી એક સાક્ષી યાત અને સક્ષમ હોય તો તેણે આ દસ્તાવેજ સાબિત કરવો પડે બીજા ભાગમાં વસિયનામા સિવાયનો કોઇ દસ્તાવેજ જો રજિસ્ટ્રેશન એકટ હેઠળ રજીસ્ટર કરાવેલો હોય તો આ દસ્તાવેજ સાખ કરનારા સાક્ષી દ્રારા સાબિત કરવાનો રહેતો નથી. પરંતુ જે દસ્તાવેજ કરનાર વ્યકિત એવું કહે કે મેં દસ્તાવેજ બનાવ્યો જ નથી. એવા સંજોગોમાં આવા સાખ કરનાર વ્યકિતએ કોટૅમાં જુબાની આપી આ દસ્તાવેજ સાબિત કરવાનો થાય છે.
Copyright©2023 - HelpLaw