સાખ કરનાર સાક્ષી ન મળી આવે ત્યારે સાબિતી - કલમ:૬૯

સાખ કરનાર સાક્ષી ન મળી આવે ત્યારે સાબિતી

એવો કોઇ પણ સાખ કરનારા સાક્ષીનો પતો મળી શકે નહિ અથવા તે દસ્તાવેજ યુનાઇટેડ કિંગડમમાં થયેલો હોવાનું અભિપ્રેત થયેલો હોવાનું અભિપ્રેત થતું હોય તો ઓછામાં ઓછા એક સાખ કરનાર સાક્ષીની સાખ તેના હસ્તાક્ષરમાં છે અને તે દસ્તાવેજ કરી આપનાર વ્યક્તિની સહી તેના હસ્તાક્ષરમાં છે એવુ સાબિત કરવું પડશે. ઉદ્દેશ્ય - આ કલમની શરૂઆત જો આવો સાખ કરનાર સાક્ષી થયેલી છે જે બતાવે છે કે આ કલમ તે કલમ ૬૮નો આગળનો ભાગ છે. કલમ ૬૮માં સાક્ષી કે જેણે સાખ કરી હોય તે ન મળી આવવાના ત્રણ કારણો જણાવેલ છે. (૧) તે સાક્ષી મૃત્યુ પામેલ હોય (૨) તે સાક્ષી કોટૅમાં સાબિતી રજૂ કરવા સક્ષમ ન હોય (૩) આવો સાક્ષી કોટૅની પ્રક્રીયાથી પર (બહાર) હોય. એટલે કલમ ૬૯માં એવું જણાવેલ છે કે જયારે સાપ્ત કરનાર સાક્ષી ન મળી આવતો હોય તેનું અર્થઘટન કલમ ૬૮માં અહીં ઉપર જણાવેલ ત્રણ કારણો દ્વારા કરવાનું છે આ કલમ કલમ ૬૮ની ઉપરવટ જતી નથી. ટિપ્પણી:- એટલે જયારે સાખ કરનાર સાક્ષી ન મળી આવે ત્યારે ઓછામાં ઓછા એક સાખ કરનારની સહી તેના હસ્તાક્ષરમાં છે તેવું સાબિત કરવાનું થાય છે. આ સહી કલમ ૪૭, ૬૭ અને ૭૩ દ્રારા કે લમ ૪પ દ્રારા સાબિત કરવાની થાય છે. વધુમાં આ દસ્તાવેજ જો ગ્રેટ બ્રિટનમાં બનાવ્યાનું અભીવ્રત થતુ હોય તો દસ્તાવેજ બનાવનારની સહી તેના હસ્તાક્ષરમાં છે તેવું સાબિત કરવું જોઇશે. આમ (૧) ન મળી આવતા સાખ કરનાર સાક્ષીની સહી તેના હસ્તાક્ષરમાં છે અને (૨) દસ્તાવેજો ગ્રેટ બ્રીટનમાં થયો હોય તો દસ્તાવેજ કરનારની આ દસ્તાવેજ ઉપર સહી છે તે સાબિત કરવાનું થાય છે.