સાખવાળા દસ્તાવેજના પક્ષકારની તે કરી આપવાની હકીકતની સ્વીકૃતિ - કલમ:૭૦

સાખવાળા દસ્તાવેજના પક્ષકારની તે કરી આપવાની હકીકતની સ્વીકૃતિ

કોઇ સાખવાળા દસ્તાવેજના કોઇ પક્ષકારે પોતે તે કરી આપ્યાની હકીકતની સ્વીકૃતિ તે પક્ષકારની વિરૂધ્ધ તે દસ્તાવેજ થયાની હકીકતની પુરતી સાબિતી ગણાશે પછી ભલે તે દસ્તાવેજ ઉપર સાખ હોવાનું કાયદા મુજબ આવશ્યક હોય. ઉદ્દેશ્યઃ- કલમ ૬૮માં ઓછામાં ઓછા એક સાખ કરનાર સાક્ષી દ્રારા દસ્તાવેજ બનાવ્યાનુ સાબિત કરવાનું કહેવામાં આવ્યુ છે જયારે આ કલમમાં પક્ષકાર આવો સાખ કરેલો દસ્તાવેજ બનાવેલાની સ્વીકૃતિ આપી હોય તો આ સ્વીકૃતિ આ પક્ષકારના વિરૂધ્ધમાં પુરાવો ઊભો કરે છે. મતલબ કે પછી કલમ ૬૮ દ્રારા સાખ કરનાર સાક્ષીએ આ દસ્તાવેજ બન્યાનું સાબિત કરવાનું કહેતુ નથી. પરંતુ પક્ષકાર સ્વીકૃતિ આપે તે પહેલા એ બતાવવું જરૂરી છે કે દસ્તાવેજ સાખ કરેલો છે.