સાખ કરનાર સાક્ષી દસ્તાવેજ થયાની હકીકતનો ઇન્કાર કરે ત્યારે સાબિતી - કલમ:૭૧

   સાખ કરનાર સાક્ષી દસ્તાવેજ થયાની હકીકતનો ઇન્કાર કરે ત્યારે સાબિતી

સાખ કરનાર સાક્ષી દસ્તાવેજ થયાની હકીકતનો ઇન્કાર કરે અથવા દસ્તાવેજ થયાનું તેને યાદ ન હોય તો તે થયાની હકીકત બીજા પુરાવાથી સાબિત કરી શકાશે. ઉદ્દેશ્યઃ- કલમ ૬૮માં ઓછામાં ઓછા એક સાખ દ્રારા અમુક સંજોગોમાં દસ્તાવેજ સાખ કરેલો છે તેવુ કહેવાયું છે. કલમ ૬૯માં જયારે સાખ કરનાર સાક્ષી ન મળી આવે ત્યારે સાબિતી કેવી રીતે થઇ શકે તે બતાવેલ છે. કલમ ૭૦માં સાખવાળા દસ્તાવેજની સ્વીકૃતિ કરાઇ હોય ત્યારે કઇ બાબતો લાગુ પડે તે બતાવવામાં આવ્યુ છે જયારે આ કલમમાં જયારે સાખ કરનાર સાક્ષી (૧) આવો દસ્તાવેજ બનાવ્યા બાબતનો ઇન્કાર કરે અથવા (૨) દસ્તાવેજ બનાવવા બાબતે તેને યાદ નથી તેવું કહે ત્યારે આ દસ્તાવેજ બનાવ્યાની સાબિતી શી રીતે કરવું તેનુ પ્રાવધાન કરેલુ છે. અગાઉ જણાવ્યા પ્રમાણે દસ્તાવેજ બનાવ્યાનો અથૅ તેમાં બનાવનારે સહી કરેલ હોવી જોઇએ અને આ સહી સાખ કરનાર સાક્ષીઓની હાજરીમાં થવી હોવી જોઇએ અને ત્યાર બાદ સાખ કરનારા સાક્ષીઓએ આ દસ્તાવેજ કરનારની