સહી લખાણ અથવા સીલની બીજી સ્વીકારાયેલી અથવા સાબિત થયેલી સહીઓ લખાણો અથવા સીલ સાથે સરખામણી
કોઇ સહી લખાણ અથવા સીલ જેણે તે લખ્યાનું અથવા કરી આપ્યાનું અભિપ્રેત યનું હોય તે વ્યકિતનું છે કે નહિ તે નકકી કરવા માટે તે વ્યકિતએ લખ્યાની કે કરી આપ્યાની અદાલતને ખાતરી થાય એ રીતે સ્વીકારાયેલ અથવા સાબિત થયેલ કોઇ સહી લખાણ કે સૌલ જે સાબીત કરવાનું છે તેની સાથે સરખાવી શકાશે પછી ભલે ને સહી લખાણ કે સીલ બીજા કોઇ હેતુ માટે રજૂ કરવામાં કે સાબિત કરવામાં આવ્યું ન હોય અદાલતમાં હાજર હોય તે કોઇપણ વ્યકિતને કોઇ શબ્દો કે આંકડા લખવાનું અદાલત ફરમાવી શકશે જેથી એ રીતે લખેલા શબ્દો અથવા આંકડા તે વ્યકિતએ લખેલા કહેવાતા શબ્દો અથવા આંકડા સાથે અદાલત સરખાવી શકે. આ કામ કોઇ જરૂરી એવા ફેફારો સાથે આંગળાની છાપોને પણ લાગુ પડે છે. ઉચ્ચ આ કલમમાં ત્રણ ભાગ છે. અને કલમનો મુખ્ય ઉદેશ એ સહી લખાણ કે સીલ અંગેની તકરાર છે તે બીજી સ્વીકારાયેલી કે સાબિત કરાયેલી આ જ વ્યકિતની સહી લખાણ કે સીલ દ્રારા સરખામણી કરી તેવા વાદગ્રસ્ત સહી કે લખાણ કે સીલ અંગે નિણૅય લઇ શકાશે. કલમના બીજા ભાગમાં કોટૅને જે વ્યકિત દ્રારા આવાં લખાણ કે આંકડા કર્યું હોવાનું લાગે તેવી વ્યકિતના શબ્દો કે આંકડા તે વ્યકિતને કોટૅ સમક્ષ લખવા કહી શકશે જેની સરખામણી કોટૅ જાતે કરી આવા વાદગ્રસ્ત લખાણ કે આંકડા સંબંધી નિણૅય લઇ શકે. કલમનો ત્રીજો ભાગ હાથના આંગળાના છાપ બાબતેની છે. આમા જે આંગળાની છાપની સરખામણી કરવાની હોય તેવી સ્વીકારાયેલી કે સાબિત થયેલી આંગળાની છાપ સાથે સરખામણી કરી આ છાપ બાબતે નિણૅય લઇ શકાય છે. ગૂના બાબતે પોલીસ સ્ટેશનોમાં પોલીસ પાસે આવા રીા ગુનેગારીના આંગળાની છાપ રખાતી હોય છે.
Copyright©2023 - HelpLaw