ડિજિટલ સહીની ખરાઇની સાબિતી - કલમ:૭૩(એ)

ડિજિટલ સહીની ખરાઇની સાબિતી

જેના દ્વારા ડિજિટલ સહી કર્યોનું અભિપ્રેત હોય તે વ્યકિતની ડિજિટલ સહી છે કે કેમ તે નકકી કરવા માટે ન્યાયાલય (એ) તે વ્યકિત અથવા નિયંત્રક અથવા પ્રમાણિત કરનાર સતાધિકારીને ડિજિટલ સહી પ્રમાણપત્ર રજૂ કરવા આદેશ કરી શકશે. (બી) ડિજિટલ સહી પ્રમાણપત્રમાં જણાવેલી પબ્લિક કી લાગુ પાડવા અને તે વ્યક્તિ દ્રારા ડિજિટલ સહી કયૅાનું અભિપ્રેત હોય તે ડિજિટલ સહીની ખરાઇ કરવા બીજી કોઇ પણ વ્યકિતને આદેશ કરી શકાશે, સ્પષ્ટીકરણઃ- આ કલમના હેતુઓ માટે નિયંત્રક (Controller) ઇન્ફમૅશન ટેકનોલોજી અધિનિયમ ૧૯૯૯ની કલમ ૧૭ની પેટા કલમ (૧) êઠળ નીચેલ નિયંત્રક) ઉદ્દેશ્યઃ (૧) આ કલમમાં આંકડાકીય સરી કરેલી હોવી જોઇએ. (૨) આ આંકડાકીય સહીની ખાત્રી માટે કોર્ટે તે વ્યકિત કે જેણે આ સહી કરી છે અથવા કંટ્રોલર (આઇ.ટી.ની વ્યાખ્યા અનુસારના) અથવા પ્રમાણિત કરનાર સત્તાધીશને ડીઝીટલ સીગ્નેચર સર્ટીફિકેટ લાવવાનું ફરમાવી શકશે. (૩) કોઇ વ્યક્તિને જાહેર ચાવી દ્વારા આવી આંકડાકીય સહીની ખાતરી કરવા બાબતેનું કોર્ટ ફરમાવી શકશે. આ કલમ ઉપરથી સ્પષ્ટ થાય છે કે કોઇ વ્યકિતની આંકડાકીય સહી બાબતે એ બાબતો ઉપર કોટૅ આધાર રાખે છે. (એ) ડીજીટલ સીગ્નેચર સટીફીકેટ આંકડાકીયા સહી પ્રમાણપત્ર (બી) આ સટીફિકેટમાં આપેલી જાહેર ચાવી. આ કલમથી એવું માનવામાં આવેલ છે કે ઉપર જણાવેલ હકીકતો મારફતે વ્યક્તિની આંકડાકીય સહી સાબિત કરી શકાય ટિપ્પણી: આંક્ડાકીય સહી (ડીજીટલ સીગ્નેચર) તે ઇલેક્ટ્રોનીક રેક્ડ બાબતેની પ્રમાણભૂતતા તથા નિતિમતા સાબિત કરે છે. આ આંકડાકીય સહીના કારણે ઇલેકટ્રોનીક રેકર્ડની વિશ્વાસપાત્રતા વધી જાય છે