જાહેર દસ્તાવેજો - કલમ:૭૪

જાહેર દસ્તાવેજો

નીચેના દસ્તાવેજો જાહેર દસ્તાવેજો છે (૧) (૧) સાવૅભૌમ સતાધિકારીનો(૨) સરકારી સંસ્થાઓના અને ટ્રિબ્યુનલોના અને (૩) ભારતના અથવા કોમનવેલ્થના કોઇ ભાગના અથવા કોઇ વિદેશના ધારાકીય ન્યાયિક અને વહીવટી સરકારી અધિકારીઓના કાયૅ । રૂપે હોય અથવા તેમના કાયૅના રેકોડૅ રૂપે હોય તે દસ્તાવેજો (૨) ખાનગી દાસ્તાવેજોનું કોઇ રાજયમાં રાખવામાં આવેલું જાહેર રેકોડૅ ઉદ્દેશ્ય:- કલમ ૭૪માં જાહેર દસ્તાવેજોના બે ભાગ બતાવ્યા છે. પહેલા ભાગમાં દસ્તાવેજો કે રેકડૅ અથવા ચોકકસ સતાધીશો ઓફિસરોના કાર્યો બાબતેની ચચૅ છે. જયારે બીજો ભાગ ખાનગી દસતાવેજોના જાહેર રેકડૅ તરીકેની ચચૅ કરેલી છે. આ બંને ભાગનો અગત્યનો તફાવત દસ્તાવેજમાં કઇ જાતના કાયોને આવરી લેવામાં આવ્યા છે તે છે. પહેલા ભાગ જાહેર કાયૅ અને તેના રેકડૅ પૂરતો સીમીત છે. જયારે બીજો ભાગ ખાનગી કાયૅ જે જાહેર સતાધીકારી દ્રારા રેકડૅ કરાયો છે. તે બાબતે છે. બીજા અગત્યતાનો તફાવતમાં બંને ભાગોનો એ છે કે પહેલા ભાગના દસ્તાવેજો આખી દુનિયાના ગમે તે ભાગ માટેનો છે. જયારે બીજા ભાગના દસ્તાવેજ માત્ર ભારત દેશ પુરતા જ સીમીત છે. આ બાબતે તેનો ઇશારો કરે છે.