ખાનગી દસ્તાવેજો - કલમ:૭૫

ખાનગી દસ્તાવેજો

બીજા તમામ દસ્તાવેજો ખાનગી દસ્તાવેજો છે. ટિપ્પણીઃ- જે દસ્તાવેજો જાહેર પ્રકારના ન હોય તે બધા જ ખાનગી છે. આવા દસ્તાવેજો બે ખાનગી વ્યકિતઓ વચ્ચેના હોય છે. દા.ત. કોઇ વ્યકિતઓ પોતાનું મકાન બનાવવા ઠેકેદારને આપેલો કોન્ટ્રાકટનો કરાર તેવી રીત મકાન ભાડે આપવાનું હોય તો શરત ભાડું સમય વગેરે અંગેનો મકાન માલિકનો ભાડુઓત સાથેનો કરાર કોઇ ગીરોખત । ખાનગી પક્ષકારો વચ્ચે હોય તો તે ગીરોખત (રૂ.૧૦૦ની નીચેનો) આ બધા જ દસતાવેજો ખાનગી દસ્તાવેજો ગણાય કોટૅના કાર્યો રેકડૅ કરતો ભાગ જાહેર દસ્તાવેજ છે. પરંતુ પક્ષકારોએ કરેલ સમાધાન ખાનગી દસ્તાવેજ છે.