જાહેર દસ્તાવેજોની પ્રમાણિત નકલો - કલમ:૭૬

જાહેર દસ્તાવેજોની પ્રમાણિત નકલો

જેનું નિરીક્ષણ કરવાનો કોઇ વ્યક્તિને હક હોય તેવો જાહેર દસ્તાવેજ જેના હવાલામાં હોય તેવા દરેક સરકારી અધીકારીએ માંગણી થયે તે માટેની કાયદેસર ફી લઇ યથાપ્રસંગ તે દસ્તાવેજની અથવા તેના ભાગની નકલ તે ખરી નકલ છે એવા તેની નીચે લખેલા પ્રમાણપત્ર સાથે તે વ્યકિતને આપવી જોઇશે અને તેવા પ્રમાણપત્ર ઉપર તે અધીકારીએ તારીખ નાખી પોતાનું નામ અને પોતાના સરકારી હોદૃો લખવા જોઇશે અને તે અધિકારીને કોઇ સીલ વાપરવા કાયદાથી અધિકાર હોય ત્યારે તેના ઉપર સીલ લગાડવું જોઇશે અને આ રીતે પ્રમાણિત થયેલી નકલો પ્રમાણિત નકલો કહેવાશે. સ્પષ્ટીકરણઃ- સરકારી ફરજ બજાવવાના સામાન્ય ક્રમમાં એવી નકલો આપવાનો અધિકાર ધરાવતા સરકારી અધિકારી પાસે આ કલમના અથૅ મુજબ એવા દસ્તાવેજોનો હવાલો છે એમ ગણાશે. ઉદ્દેશ્ય:- આ કલમ દ્રારા કોઇ વ્યકિત કે જેને કોઇ જાહેર દસ્તાવેજ કે તેના ભાગમાં કોઇ રસ હોય તે વ્યક્તિ જે તે કચેરીમાં જઈ જરૂરી કાયદાકીય ફી ભરીને આવો દસ્તાવેજ કે તેનો ભાગ કે જેના ઉપર જે તે અધિકૃત ઓફીસરની સહી અને સીલ કરેલા હોય અને નકલ પ્રમાણિત કરેલી હોય ને મેળવી શકો. આવી જાહેર દસ્તાવેંજની પ્રમાણિત નકલો કોટૅમાં પુરાવામાં ગ્રાહય બને છે. ટિપ્પણી:- આ કલમ કોઇ વ્યકિત જેને જાહેર દસ્તાવેજમાં રસ કે હકક હોય તે વ્યકિત આવા દસ્તાવેજોની ખરી પ્રમાણીત કરેલી નકલો જે તે કચેરીમાંથી મેળવી શકે છે દા.ત. કોઇ વ્યકિત કે જેનું પોતાનું કોઇ ખેતર છે તે ખેતર બાબતે તે વ્યકિત જે તે તાલુકામાં જઇ ૭/૧૨, ૮અ અને નમૂના નં.૬ ની ખરી નકલો યોગ્ય ફી આપી મેળવી શકે છે. તેવી જ રીતે રજીસ્ટ્રારની ઓફીસમાંથી તે પોતે ખરીદેલી કે વેંચેલી જમીનના દસ્તાવેંજની ખરી પ્રમાણિત નકલ મેળવી શકે છે. અને આવી નકલો પુરાવામાં ગ્રાહય ગણાય છે. જે દસ્તાવેજોમાં ખરી નકલ કયૅ નું પ્રમાણપત્ર હોતું નથી તે ખરી નકલ ગણાય નહી અને આવી નકલો પુરાવો બનતી નથી.