પ્રમાણિત નકલો રજૂ કરીને દસ્તાવેજો સાબિત કરવા બાબત - કલમ:'૭૭

પ્રમાણિત નકલો રજૂ કરીને દસ્તાવેજો સાબિત કરવા બાબત

આવી પ્રમાણિત નકલો જેની નકલો હોવાનું અભિપ્રેત હોય તેવા જાહેર દસ્તાવેજોના અથવા જાહેર દસ્તાવેજોના ભાગની મજકૂરની સાબિતીમાં રજૂ કરી શકશે. ઉદ્દેશ્યઃ- અહીં જે પ્રમાણિત નકલોની ચર્ચે છે તે જાહેર દસ્તાવેજો કે તેમના કોઇ ભાગ અંગેની છે આવી પ્રમાણિત નકલો કલમ ૭૬ અનુસાર તે દસ્તાવેજ તરીકે રજૂ કરી શકાય પરંતુ આ કલમમાં દસ્તાવેજોમાં ખાસ રીતે દસ્તાવેજોની વિગતોની ચચા કરી છે. એટલે પ્રમાણિત જાહેર દસ્તાવેજની નકલો દસ્તાવેજની વિગત સંબંધે પણ આ કલમથી પુરાવામાં રજૂ થઇ શકે.