
બીજા સરકારી દરતાવેજોની સાબિતી
નીચે જણાવેલા જાહેર દસ્તાવેજો નીચેની રીતે સાબિત કરી શકાશે. (૧) કેન્દ્ર સરકારના કોઇ પણ વિભાગમાં થયેલા અથવા તાજના પ્રતિનિધિના અથવા રાજય સરકારના અથવા કોઇ રાજય સરકારના કોઇ વિભાગમાના કાયૅ । હુકમો અથવા જાહેરનામાં અનુક્રમે તે વિભાગના વડાઓએ પ્રમાણિત કરેલા તે વિભાગના રેકોર્ડ ઉપરથી અથવા યથાપ્રસંગ એવી કોઇ સરકારના અથવા તાજના પ્રતીનિધિના હુકમથી જે છપાયો હોવાનું અભિપ્રેત થતું હોય તેવા દસ્તાવેજથી સાબિત કરી શકાશે (૨) વિધાન મંડળીઓની કાર્યવાહીઓ અનુક્રમે તેસસ્થાઓના જનાલોથી અથવા પ્રસિધ્ધ થયેલા અધિનિયમો અથવા તારીખથી અથવા સંબંધિત સરકારના હુકમથી છપાયાનું અભિપ્રેત થતું હોય તેવી નકલોથી સાબિત કરી શકાશે. (3) હર મેજેસ્ટીએ અથવા પ્રીવી કાઉન્સિલે અથવા હર મેજેસ્ટીની સરકારના કોઇ વિભાગે કાઢેલી ઉદ્ઘોષણાઓ હુકમો અથવા રેગ્યુલેશનો લંડન ગેઝેટમાં હોય તેવી અથવા રાણીના મુદ્રક જે છાપ્યાનું અભિપ્રેત થતું હોય તેવી નકલો અથવા તારીજથી સાબિત કરી શકાશે. (૪) વિદેશની કારોબારીનાં કાર્યો અથવા તેના વિધાનમંડળની કાયૅવાહી તેમના અધિકારીથી પ્રસિધ્ધ થયેલા અથવા તે દેશમાં સામાન્ય રીતે આ પ્રમાણે પ્રસિધ્ધ થયેલા તરીકે સ્વીકારતા; જનૅલોથી અથવા તે દેશના અથવા રાજયના સીલથી પ્રમાણિત કરેલી નકલથી અથવા કોઇ કેન્દ્રના અધિનિયમમાં તેમને અપાયેલી માન્યતાથી સાબિત કરી શકાશે. (૫) કોઇ રાજયમાંની મ્યુનિસિપલ સંસ્થાની કાર્યવાહી એવી કાર્યવાહીની કાયદેસરની નોંધ રાખનારે પ્રમાણિત કરેલી તેની નકલથી અથવા એવી સંસ્થાના અધિકારથી જે પ્રસિધ્ધ થયાનું અભિપ્રેત થતું હોય તેવા છાપેલા પુસ્તક ઉપરથી સાબિત કરી શકાશે. (૬) વિદેશમાંના કોઇ અન્ય પ્રકારના જાહેર દસ્તાવેજો અસલ દસ્તાવેજથી અથવા અસલ દસ્તાવેજોનો કાયદેસર હવાલો ધરાવતા અધીકારીએ તેને વિધિસર પ્રમાણિત કરી છે. એવા નોટરી પબ્લિકના અથવા ભારતીય કોન્સલ અથવા રાજદૂતીય એજન્ટના સીલવાળા પ્રમાણપત્ર સાથેની તે દસ્તાવેજના કાયદેસરના રાખનારે પ્રમાણિત કરેલી નકલથી અને તે વિદેશના કાયદા અનુસાર તે દસ્તાવેજના સ્વરૂપની સાબિતી ઉપરથી સાબિત કરી શકાશે. કલમ ૭૮-અ આ અધિનિયમ અથવા બીજો કોઇ કાયદો જે હાલમાં લાગુ હોય તેમા ગમે તે પ્રાવધાન કરેલુ હોય પરં ુ વેસ્ટ બેંગાલને લગતા કોઇપણ ક્ષેત્ર બાબતેનો કોઇ જાહેર દસ્તાવેજ પાકિસ્તાનમાં રાખેલો હોય તો આવા જાહેર દસતાવેજોની કોપી સ્ટેટ ગવનમેન્ટ જાહેરનામું કે સરકારી ગેઝેટ દ્રારા નકકી કરાયેલી પ્રણાલીઓથી અધિકૃત કરાયેથી આવી કોપીઓ અસલ દસ્તાવેજ કે જેમાંથી આવી કોપીઓ બનાવી હોય તેજ અને તેના જેવી જ ગણાશે. અને અસલ દસ્તાવેજના બધા જ સંદભૉ તે આવી નકલોને પણ આવરી લેતા ગણાશે. ઉદ્દેશ્ય: આ કલમમાં કચેરીઓ કે જે કલમમાં બતાવેલી છે તેને લગતા દસ્તાવેજોની સાબિતીઓ કેવી રીતે આપવામાં આવે છે તે બતાવેલ છે દા.ત. આ કલમની પહેલી પેટા કલમમાં કેન્દ્ર સરકાર રાજય સરકાર ક્રાઉનના પ્રતિનિધિ અથવા રાજય સરકારના વિભાગોના કોઇ કાયૅ। હુકમો અથવા જાહેરનામા છે તે સાબિત કરવા આવા સરકારી વિભાગોના વડા દ્રારા હુકમો અથવા જાહેરનામા છે તે સાબિત કરવા આવા સરકારી વીભાગોના વડા દ્રારા પ્રમાણિત કરેલી નકલો અથવા સરકારી અથવા ક્રાઉનના પ્રતિનિધિ દ્રારા પ્રમાણિત કરેલી નકલો અથવા સરકારી અથવા ક્રાઉનના પ્રતિનિધિ દ્રારા છપાયેલા તથા કાર્યો હુકમો અથવા જાહેરનામા કોપીઓ કોર્ટમાં રજૂ કરવાથી તે પુરાવામાં ગ્રાહય બને છે. તેવી જ રીતે બીજી પેટા કલમ બાબતે પણ સમજવું દ્રારા જે દસ્તાવેજો વેસ્ટ બેંગાલ ક્ષેત્રને લગત હોય તેવા દસ્તાવેજોની કોપી વેસ્ટ બેંગાલની સરકાર જાહેરનામા કલમ ૭૮-એ કે સરકારી ગેજેટથી જે રીતીઓ બતાવે તેની રીતિઓ અનુસાર બનાવેલી હશે તો આવી કોપીઓ અસલ જેવી જ ગણાશે.
Copyright©2023 - HelpLaw