પ્રમાણિત નકલો ખરી હોવા વિશે માની લેવાની બાબતો - કલમ:૭૯

પ્રમાણિત નકલો ખરી હોવા વિશે માની લેવાની બાબતો

કોઇ ખાસ હકીકતનાં પુરાવા તરીકે ગ્રાહય હોવાનું જેને કાયદાથી જાહેર કરવામાં આવ્યું હોય તેવો અને કેન્દ્ર સરકારના અથવા કોઇ રાજય સરકારના અથવા કેન્દ્ર સરકારે તે માટે વિધિસર અધિકૃત કરેલા જમ્મુ અને કાશ્મીર રાજયમાંના કોઇ અધિકારીએ જેને વિધીસર પ્રમાણિત કર્યું।નું અભિપ્રેત થતું હોય તેવું કોઇ પ્રમાણપત્ર પ્રમાણિત નકલ કે બીજો દસ્તાવેજ હોવાનું અભિપ્રેત હોય તેવો દસ્તાવેજ ખરો હોવાનું ન્યાયાલય માની લેશે પરંતુ એવો દસ્તાવેજ મહદ અંશે તે અર્થે કાયદાથી ફરમાવેલા રૂપમાં અને તે રીતે થયાનું અભિપ્રેત થતું હોય તેવો હોવો જોઇશે. એવા કોઇ દસ્તાવેજ ઉપર જેણે સહી કયૅાનું અથવા તેને પ્રમાણિત કર્યો નું અભિપ્રેત થતું હોય તેવો અધિકારી તેણે તે ઉપર સહી કરી હોય ત્યારે તે દસતાવેજમાં તેણે દર્શે ાવ્યા મુજબનો હોદ્દો ધરાવતો હતો એમ પણ અદાલત માની લેશે. ઉદ્દેશ્ય આમા કોટૅ માની લેશે તેવું બતાવ્યું છે એનો અથૅ એ થયો કે ચોકકસ બાબતો જ આ કલમમાં બતાવી છે તેને સાબિત કરવાની જરૂર નથી. એટલે આ કલમ પુરાવાની સાબિતી આપવા બાબતે શોર્ટ-કટ છે. આ કલમમાં બે બાબતોની ચર્ચો કરવામાં આવી છે. (૧) પ્રમાણપત્ર પ્રમાણિત નકલો કે બીજા કોઇ દસ્તાવેજો જે કેન્દ્ર સરકાર કે રાજય સરકાર કે કેન્દ્ર સરકારે ખાસ અધિકૃત કરેલા જમ્મુ અને કાશ્મિરના અધિકારી પ્રમાણીત કાયૅ નુ દશૅ ાવ્યું હોય તો કોટૅ આવા દરસ્તાવેજો અસલ અને ખરા છે તેમ માની લેશે તેને આગળ સાબિતીની એટલા માટે જરૂર નથી કારણ કે આ કલમમાં Shall નો ઉપયોગ કરવામાં આવ્યો છે. (૨) તેવી જ રીતે જે અધિકારીએ અવી કોપીઓ સટીફાઇડ કરેલી છે. તે સહી કરતી વખતે જે તે હોદ્દો ધરાવતો હતો તેવું પણ કોટૅ માની લેશે અહીં પણ Shall નો ઉપયોગ કરાયો છે. આ કલમની વાસ્તવિકતા:- આ કલમ રચવા પાછળ કાયદાવિદોએ ખાસ વાસ્તવિકતા બતાવેલી છે અને એ એ છે જયારે કોઇ અધિકારી કોઇ દસ્તાવેજ ઉપર સહી કરે ત્યારે તે આવી સહી ગંભીરતાપૂવૅક (Solema) અને તેના કચેરીના કામ તરીકે સ્વીકારીને કરે છે. આ બાબતે એક વધારાની બાબત પણ ધ્યાનમાં લીધી છે દા.ત. કલમ ૯૦માં જે ખૂબ જ પૂરાણ ગ્રંથો હોય અને પેઢીઓની પેઢીઓ નીકળી ગઇ હોય ત્યારે આવા ગ્રંથ કે તેના હસ્તાક્ષરો તપાસવાનું લગભગ અશકય જ થઇ જાય છે અને આવા દસ્તાવેજ બનાવતી વખતે કોઇ વ્યકિત એ જોયા હોય તેવો સાક્ષી પણ મળવો મુશ્કિલ બની જાય છે. એટલે આવા પૂરાણ ગ્રંથોને પુરાવા તરીકે ગ્રાહય કરવા માટે આવું માની લેવાની (Presumption) જરૂરત ઊભી થઇ છે. વધુમાં આવા પૌરાણિક ગ્રંથો જે પેઢીગત વપરાયા હોય છે અને સંભાળપૂવૅક રખાયા હોય તે સાચા છે તેવું કોર્ટે માની લે છે તેવી જ રીતે કલમ ૧૧૪ (૧) પ્રમાણે જયારે કોઇ દસ્તાવેજ કોઇ બંધન કે જે તૅવ્ય ઊભું કરતું હોય અને જયારે તેવો દસ્તાવેજ આવા બંધનકર્ત। વ્યકિતના હાથમાં જાય ત્યારે આવા બંધનનો અમલ કરવામાં આવ્યો છે એમ કોટૅ માની લેશે. માની લેવું (વિષે સામાન્ય) (Presumption) જયારે કોઇ જાહેર કે ખાનગી દસ્તાવેજો કોટૅ સમક્ષ પુરાવા માટે રાખવામાં આવે છે ત્યારે તે બાબતે ચોકકસ માની લેવા જેવી બાબતો જોડાયેલી હોય છે. આ બધી હકીકતો કલમ ૭૯ થી ૯૦માં બતાવવામાં આવેલી છે. આ માની લેવા જેવી બાબતો નિણૅ ાયક (Conclusive) પ્રકારની હોતી નથી. હકીકતો અંગે સાબિતીઓને બદલે કોઇ નિષ્કર્ષ આવી બાબતો કાઢવાનો થાય છે આવો નિષ્કર્ષ કોર્ટે લેવાનો થાય છે. જેથી કોઇ હકીકતની સાબિતી જયાં સુધી તે નાસાબિત થયેલી ન હોય ત્યાં સુધી સાબિત થયેલી ગણાશે Shall Presume બતાવે છે કે કોર્ટે આવા નિષ્કર્ષ લેવાના જ થાય છે. જયાં કોટૅ આવી માની લેવાની બાબતો ચુસ્ત રીતેની ન હોય પરંતુ તેની સમજબુધ્ધિ પ્રમાણે લેવાની થાય ત્યારે તેમા My Presume નો પ્રયોગ થાય છે.