પુરાવાના રેકોડૅ તરીકે લેવા બાબત રજૂ · થયેલા દસ્તાવેજ વિશે માની - કલમ:૮૦

પુરાવાના રેકોડૅ તરીકે લેવા બાબત રજૂ · થયેલા દસ્તાવેજ વિશે માની

કોઇ ન્યાયિક કાયૅવાહીમાં આપેલા અથવા પુરાવો લેવા કાયદાથી અધિકૃત કરેલા કોઇ અધિકારી સમક્ષ કોઇ સાક્ષીએ આપેલા પુરાવાનું અથવા તેના કોઇ ભાગનું રેકોડૅ અથવા યાદી હોવાનું અથવા કાયદા અનુસાર લીધેલુ તેવા કેદી અથવા આરોપીનું કથન અથવા કબૂલાત હોવાનું અભિપ્રેત હોય તેવો અને કોઇ ન્યાયાધીશે અથવા મેજીસ્ટ્રેટે અથવા ઉપર જણાવેલા એવા કોઇ અધિકારીએ જેના ઉપર સહી કયૅાનું અભિપ્રેત થતું હોય તે દસ્તાવેજ અદાલત સમક્ષ રજૂ કરવામાં આવે ત્યારે અદાલત માની લેશે કે તે દસ્તાવેજ ખરો છે તે જે સંજોગોમાં થયો હતો તેના વિષે તેના ઉપર સહી કરનારી વ્યકિતએ કરેલા હોવાનું અભિપ્રેત થતું હોય તેવા કથનો સાચા છે. અને તે પુરાવો કથન કે કબૂલાત વિધિસર લેવામાં આવી હતી. ઉદ્દેશ્યઃ- અહીં ન્યાયીક કાયૅરીતિની અગત્યતા અંગેના અનુમાનની ચચૅ છે જયારે ન્યાયિક કાયૅરીતીની અગત્યતા અંગેના અનુમાનની ચર્ચા છે ત્યારે ન્યાયિક કાયરીતિમાં સાક્ષીએ આપેલ પુરાવો અથવા બીજા કથનો અથવા કબૂલાત કે જે યોગ્ય અધિકારી દ્રારા રેકડૅ કરાયેલી હોય ત્યારે આવી બાબતોની સાબિતી આપવી ઘણી જ અગવડ ભરેલી બને છે. અને એટલે આવી બાબતો અંગે કોટૅ યોગ્ય માની લેવાની બાબત આગળ લાવી તેને સાચી માની પુરાવામાં ગ્રાહય ગણે છે.