ગેઝેટો વર્તમાનપત્રો પાલૅ ામેન્ટના ખાનગી એકટ અને બીજા દસ્તાવેજો વિશે માની લેવાની બાબત - કલમ:૮૧

ગેઝેટો વર્તમાનપત્રો પાલૅ ામેન્ટના ખાનગી એકટ અને બીજા દસ્તાવેજો વિશે માની લેવાની બાબત

લંડન ગેઝેટ હોવાનું અથવા કોઇ ગેઝેટ અથવા બ્રિટિશ ક્રાઉનના કોઇ સંસ્થાન આશ્રિત પ્રદેશ કે કબજા નીચેના પ્રદેશનું સરકારી ગેઝેટ હોવાનું અથવા કોઇ વતૅમાનપત્ર કે જનૅલ હોવાનું અથવા રાણીના મુદ્રકે છાપેલી યુનાઇટેડે કિંગ્ડમની પાવૅમેન્ટના કોઇ ખાનગી એકટની નકલ હોવાનું અભિપ્રેત હોય તેવો દરેક દસ્તાવેજ અને જેને કોઇ વ્યકિતએ રાખવાનું કાયદાથી ફરમાવ્યાનું અભિપ્રેત હોય તેવો દરેક દસ્તાવેજ જો મહદ્ અંશે કાયદા મુજબ આવશ્યક હોય તે રૂપમાં તે રાખવામાં આવ્યો હોય અને યોગ્ય હવાલામાંથી રજૂ કરવામાં આવ્યો હોય તો તે દસ્તાવેજનું ખરાપણું કોટૅ માની લેવુ જોઇએ. ઉદ્દેશ્યઃ- આ કલમમાં બ્રિટીશરાજના કે તેમના આશ્રિતોનાં રાજપત્રો વતૅમાનપત્રો કે જનૅલો અને રાણીના મુદ્રકે છાવેલા પાલૅમેન્ટના ખાનગી કાયદાની નકલો અને દરેક દસ્તાવેજ જે કોઇ વ્યકિતને રાખવાનું કાયદા દ્રારા ફરમાવેલું હોય તે બધાં સાચાં છે એમ કોટૅ માની લેવાનું થાય છે. પરંતુ આમા બે શરતો મુકવામાં આવેલી છે. (અ) દસ્તાવેજ યોગ્ય સ્વરૂપમાં રાખેલો હોવો જોઇએ. (બી) આવો દસ્તાવેજ યોગ્ય હવાલામાંથી રજૂ કરવામાં આવે.