
ઇલેકટ્રોનિક સ્વરૂપમાં ગેઝેટ સંબંધી માની લેવા બાબત
સરકારી ગેઝેટ હોવાનું અભિપ્રેત હોય અથવા કોઇ પણ વ્યકિતએ રાખવાના કોઇપણ કાયદા દ્રારા આદેશ કરેલ ઇલેકટ્રોનિક રેકોડૅ હોવાનું અભિપ્રેત હોય તેવા દરેક ઇલેકટ્રોનિક રેકોડૅનું ખરાપણું ન્યાયાલયે માની લેવુ જોઇશે. પરંતુ આવું ઇલેકટ્રોનિક રેકોડૅ કાયદા દ્રારા ફરમાવેલા સ્વરૂપમાં મહત્વની રીતે રાખેલ હોવું જોઇશે અને યોગ્ય કસ્ટડીમાંથી રજૂ કર્યું હોવું જોઇશે. ઉદ્દેશ્ય:- કલમ ૮૧માં પેપર ગેઝેટસ અને પેપર કાયદાઓના હવાલાની ચર્ચે ા કરી છે. પરંતુ આ કલમમાં ઇલેકટ્રોનીકસ રેકડૅની ચચૅ કરવામાં આવી છે અને આમા પણ કાયદા દ્રારા ફરમાવેલી વ્યકિત દ્રારા અને યોગ્ય હવાલામાં આ રેકડૅ રખાયો હોવાની બાબત જણાવેલી છે.
Copyright©2023 - HelpLaw