સીલ કે સહીની સાબિતી વિના આ ઇંગ્લેન્ડમાં ગ્રાહય હોય તેવા દસ્તાવેજો વિશે માની લેવા બાબત - કલમ:૮૨

સીલ કે સહીની સાબિતી વિના આ ઇંગ્લેન્ડમાં ગ્રાહય હોય તેવા દસ્તાવેજો વિશે માની લેવા બાબત

તે સમયે ઇંગ્લેન્ડ અથવા આયર્લૅન્ડમાં અમલમાં હોય તેવા કાયદાથી જે દસ્તાવેજ તેને અધિકૃત કરતા સીલો કે સ્ટેમ્પ કે સહીની અથવા તેના ઉપર જેણે સહી કયૅનું અભિપ્રેત થતુ હોય તે વ્યકિતએ દી ાવેલા ન્યાયિક અથવા સરકારી હોદાની સાબિતી વિના ઇંગ્લેન્ડ અથવા આયર્લૅન્ડની કોઇ પણ ન્યાય અદાલતમાં કોઇ બાબતની સાબિતીમાં ગ્રાહય રહી શકે એવો હોવાનું અભિપ્રેત હોય તે જો ન્યાયાલય સમક્ષ રજૂ કરવામાં આવે તો ન્યાયાલયે માની લેવું જોઇએ કે તે સીલ સ્ટેમ્પ કે સહી ખરી છે અને તેની ઉપર સહી કરી હોય ત્યારે તે વ્યકિત્તએ પોને દર્શાવ્યો છે ને ન્યાયિક સરકારી હોદો ધરાવતી હતી. અને જે હેતુ માટે ઇંગ્લેન્ડ અને આયર્લૅન્ડમાં તે દસ્તાવેજ ગ્રાહય હોય તે માટે તે ગ્રાહય ગણાશે ઉદ્દેશ્ય: અહિં (૧) જે દરતાવેજ ઉપર, ઈંગ્લેન્ડ અને આયર્લૅન્ડમાં આવતા કાયદાનુસાર અધિકૃત સીલ સ્ટેમ્પ કે સહીઓ હોય તેવા દસ્તાવેજો જો ઇંગ્લેન્ડ અને આયૅલેન્ડની કોૌમાં ગ્રાહય રહે તો કોઇપણ સાબિતી વિના તે ભારતમાં પણ ગ્રાહય છે તેવુ કોર્ટએ માની લેવાનું છે. (૨) વધુમાં જે ન્યાયિક કે સરકારી ઓફિસરે આ દસ્તાવેજ ઉપર સહી કરેલી હોય અને જે હોદ્દો જે તે વખતે બતાવ્યો હોય તે હોદ્દો સાચો છે તેવું પણ કોટૅ માની લેવાનું છે. (૩) હેતુઃ આ દસ્તાવેજ ઇંગ્લેન્ડ અને આયર્લૅન્ડમાં જે હેતુ માટે પુરાવામાં ગ્રાહય ગણાય તે જ હેતુ માટે આ દસ્તાવેજ ભારતમાં પણ ગ્રાહય હોવાનું માની લેવાનુ થાય છે. આવા દસ્તાવેજો બાબતની કોટૅ ન્યાયિક નોટીશ લેવાની થાય છે.